Home Current ભુજ બસ સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની પત્ર દ્વારા મળેલી ધમકી બાદ શુ...

ભુજ બસ સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની પત્ર દ્વારા મળેલી ધમકી બાદ શુ થયુ ?

2608
SHARE
ISIS ના નામથી ભુજના હંગામી બસ સ્ટેશનને 8બોંબ વડે ઉડાવી દેવાનો આજે ધમકી ભર્યો પત્ર મળતા ભુજ એ ડીવીઝન સહિત પશ્ર્ચિમ કચ્છ પોલિસની મહત્વની બ્રાન્ચે આ મામલે તપાસ કરી હતી. તો બોંબ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની  ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે તપાસના અંતે બસ સ્ટેશન વિસ્તારમાંથી કાઇ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલિસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. જો કે થોડા સમય માટે બસ સ્ટેશન વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો પોલિસનો મોટો કાફલો જોઇ મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો હતો.  ત્યાર બાદ તપાસમાં કાઇ ન ખુલતા તપાસ એજન્સી સહિત મુસાફરોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જો કે પોલિસે આ મામલે ભુજ એસ.ટી ડેપો મેનેજર નિમીષાબેન ઠક્કરની જાણવાજોગ ફરીયાદ દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અને વધુ તપાસ ભુજ એસ.ઓ.જીને સોંપાઇ છે.

શુ ખુલ્યુ તપાસમા? હવે કઈ દિશામા પોલિસ કરશે તપાસ? 

આજે સવારે પોસ્ટ મારફતે પત્ર એસ.ટી.ડેપો મેનેજરને મળ્યો હતો. જેમા હિન્દીમાં ISIS આંતકી સંગઠનના નામે ભુજ એસ.ટી ડેપોને 8 બોંબ વડે ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે ત્યાર બાદ પોલિસે તપાસ કરતા આ પત્ર પોસ્ટ મારફતે ડોક્ટર એ.કે.સિંગ તાલુકા હેલ્થ ઓફીસર ભચાઉના નામે લખાયો હતો તેવો પત્રમાં ઉલ્લેખ છે. તેથી પોલિસે એ દિશામા તપાસ શરૂ કરી છે. તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે સમગ્ર બસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ કરી તમામ શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરી હતી. જો કે તપાસના અંતે કઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. તો અન્ય રૂટની બસોમાં પણ વિવિધ પોલિસ સ્ટેશન મારફતે પોલિસે ચેંકીગ કર્યુ હતુ. હવે સમગ્ર મામલાની તપાસ એસ.ઓ.જીને સોંપાઇ છે. અને પત્રમાં જે ડોક્ટરનુ નામ લખ્યુ છે. તેના આધારે પોલિસ આગળની તપાસ કરશે આ મામલે હાલ પોલિસે જાણવાજોગ ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.