કચ્છના બહુચર્ચીત નલિયાકાંડ કેસમાં આમતો કેસ સામે આવ્યો ત્યારથી રોજ નવા વણાંકો આવી રહ્યા છે. પહેલા ફરીયાદ ત્યાર બાદ ભાજપના નેતાઓની સંડોવણી રાજકીય ઉથલપાછલ અને ત્યાર બાદ મામલાની ગંભીરતાને લઇને સીટની રચના સહિતની કાર્યવાહી બાદ લાંબા સમયથી કેસ શાંત રહ્યો હતો. એ ફરી ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે નલિયાકાંડની પિડીતા ભુજ કોર્ટમાં જુબાની આપવા માટે હાજર રહી જો કે નવાઇ વચ્ચે પિડીતાએ પોતાની મુળ ફરીયાદ કરતા કઇક અલગજ નિવેદનો દેવાનુ શરૂ કર્યુ જેને લઇને ફરી કેસમાં નવો વણાક આવ્યો જો કે પિડીતા જ્યારે બીજી વાર કોર્ટ તારીખમાં હાજર રહી ત્યારે તેને ફરી ક્યાક તેની મુળ ફરીયાદને સુસંગત નિવેદનો આપ્યા પરંતુ વારંવાર પિડીતા નિવેદનો બદલતી હોવાથી તેની જુબાની સાથે કોર્ટમાં આજે તેની ઉલટ તપાસ થઇ હતી. આ પહેલા તારીખ 16 ના પિડીતાને કોર્ટમાં હાજર રહેવાનુ હતુ પરંતુ તેની તબીયત નાદુરસ્ત હોવાના કારણે તે હાજર રહી શકી ન હતી જેથી કોર્ટે 18 તારીખે વધુ કાર્યવાહી માટેના આદેશ કર્યા હતા ત્યારે આજે ફરી કોર્ટમાં તેની જુબાની સાથે તેના નિવેદનોમાં ફેરફાર અંગે કોર્ટે તેની ઉલટ તપાસ કરી હોવાનુ જીલ્લા સરકારી વકિલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ.
પિડીતા હોરસ્ટાઇલ થઇ પરંતુ ઉલટતપાસ થતા ફરી કેસમાં નવો વણાંક આવી શકે છે. ?
નલિયાકાંડ કચ્છ ભાજપના મોટા નેતાઓની સંડોવણીના કારણે શરૂઆતથીજ હાઇપ્રોફોઇલ બની રહ્યો છે. વળી આ મુદ્દે કોગ્રેસે પણ રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે મહિલા સલામતીનો મુદ્દો ઉઠાવીને આ પ્રકરણને રાજકીય ચર્ચામાં લાવી દિધો હતો. ત્યારે હવે પિડીતાનુ કોર્ટમાં વારંવાર ફરી જતુ નિવેદન આપવુ અને આથી અગાઉ પિડીતા દ્વારા કરાયેલી ફરીયાદ બંધ બારેણે અપાયેલા નિવેદન તેમજ પિડીતાએ દુષ્કર્મનો ભોગ બની હોવાનુ જણાવી લીધેલી સહાય જેવા વિરોધાભાષી તથ્યો આ સમગ્ર કેસમાં નવો વણાક લાવ્યા છે. તેવામાં કોર્ટે પણ કેસની ગંભીરતાને ધ્યાને લઇ પિડીતાની ફરી ઉલટ તપાસ શરૂ કરી છે. જેથી પિડીતા ભલે હોસ્ટાઇલ થઇ પરંતુ કોર્ટ ઇચ્છે છે કે આ કેસમાં સત્ય સામે આવે અને જો કોઇ દબાણ હેઠળ પિડીતા નિવેદનો બદલી રહી હોય તો પણ કોર્ટ તેમા મુળ ફરીયાદના સત્ય સુધી કેસને લઇ ન્યાય સુધી મામલો પહોંચાડે અત્યાર સુધી પિડીતા 3 વખત ભુજ કોર્ટમા હાજર રહી છે. જેમા 27-04-2018ના પ્રથમ વાર 7-05-2018ના બીજી વાર અને 18-05-2018ના હાજર રહી હતી જેમા હવે વધુ કાર્યવાહી 21-05-2018 સોમવારના હાથ ધરાશે