Home Social કચ્છી ક્રિકેટ ચાહકે આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન કરેલી અશ્લિલ હરકતનો વિડિઓ વાયરલ

કચ્છી ક્રિકેટ ચાહકે આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન કરેલી અશ્લિલ હરકતનો વિડિઓ વાયરલ

11824
SHARE
ફુટબોલ,ક્રિકેટ,ટેનીશ આવી અનેક રમતોમાં પોતાના દેશનો જુસ્સો વધારવા માટે અનેક ચાહકો દુરદુર સુધી જતા હોય છે. અને આવાજ એક ભારતીય ક્રિકેટ ચાહક એટલે મુળ ભારાસરના નરેન્દ્ર ભોજાણી….આમતો નરેન્દ્ર જવાહરલાલ ભોજાણીને ભાગ્યેજ કોઇ નહી ઓળખતુ હોય કેમકે ભારતીય ક્રિકેટ ટીમનો જુસ્સો વધારવા માટે તે દેરક મેચમાં હાજર હોય છે. ભારતીય રાષ્ટ્રધ્વજ ધારણ કરવા સાથે અનોખા પહેરવેશમાં તેમની ટીમ હમેંશા હાજર હોય છે. અને તેના માટે તે દેશ દુનીયામાં ખ્યાતનામ છે. પરંતુ તેમની એક અશ્લિલ હરકતથી ન માત્ર ભારતીય સંસ્કૃતિનુ અપમાન થયુ છે. પરંતુ તેમના પણ ચાહક વર્ગને આઘાત લાગ્યો છે. આમતો તે વર્ષોથી લંડન(બોલ્ટન)માં વ્યવસાયે સ્થાયી થયા છે. પરંતુ જ્યારે વાત ક્રિકેટની હાય ત્યારે તેઓ દેશના દરેક ખુણામાં ભારતીય ટીમનો જુસ્સો વધારવા પહોંચી જાય છે. પરંતુ આજકાલ તેઓ સોશિયલ મીડીયામાં ટ્રોલ થયા છે. તેમના વિડીયોને લઇને આ અંગે તેમના નંબર પર તેમનો સંપર્ક કરાયો પરંતુ તેમનો ફોન બંધ આવ્યો પરંતુ સુત્રોનુ માનીએ તો ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં તેમણે અશ્લિલ હરકત કરી હોવાનુ મનાય છે.

શુ કર્યુ નરેન્દ્ર ભોજાણીએ મેચ દરમ્યાન કે તેઓ ટીકાપાત્ર બન્યા?

200થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડકપ અને ભારતની દેરક મેચમાં ભારતીય પ્રશસંક તરીકે જોવા મળતા મુળ કચ્છી નરેન્દ્ર ભોજાણી આમતો હમેંશા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પહેરવેશ,શંખ અને ઢોલ અને રાષ્ટ્રીયધ્વજ સાથે ક્રિકેટ મેદાનમાં પ્રશંસકો વચ્ચે જોવા મળે છે. અને લોકો તથા મિડીયા માટે તેઓ આકર્ષણ રહ્યા છે. પરંતુ હાલમાં તેમના બે વિડીયોએ ભારે નારાજગી સર્જિ છે. કેમકે એક વિડીયોમાં તે હાથમાં બિયર સાથે જોવા મળી રહ્યા છે. તે કદાચ વિદેશી સંસ્કૃતિને અનુરૂપ હોઈ શકે પરંતુ બીજા વીડીયોમાં તે પ્રશંસકો વચ્ચે જ જાહેરમાં લઘુશંકા કરતા નઝરે પડી રહ્યા છે. જે વિડીયો તો ખુબ અશ્લિલ છે. પરંતુ તેનાથી વધુ આશ્ચર્યની વાત એ છે. કે આ વિડીયો ઉતારાઇ રહ્યો છે. તેવુ જાણવા છંતા તેમણે શા માટે આવી હરકત કરી? હાલ વિદેશમાં ભારતીય અને ખાસ કરીને કચ્છી ગુજરાતની લોકોમાં આ વીડીયોએ ભારે ચર્ચા જગાવી છે. અને સોશિયલ મીડીયામાં તેઓ ટીકાનુ પાત્ર બન્યા છે. કેમકે તેમને હમેંશા ક્રિકેટ ફેન તરીકે જોનાર સૌ કોઇ આ જોઇ અંચબામાં છે. તો કચ્છમાં પણ આ વીડીયોને લઇને ભારે નારાજગી જોવા મળી રહી છે.
ક્રિકેટ હોય કે અન્ય રમત પોતાના પંસદગીના રમતવીર પ્રત્યે પ્રેમ દર્શાવવા અશ્લિલ સ્થિતીના વીડીયો અને કિસ્સા અનેક સામે આવ્યા છે. પરંતુ એક ભારતીય પ્રશંસક આવી હરકત કરે તે અંચબો પમાડે તેવી છે. જો કે કેવા સંજોગોમાં આ વીડીયો વાયરલ થયો? કે તેમણે જાણી જોઈને આ વિડિઓ ઉતરાવ્યો કે પછી કેફી પીણાંના કેફમાં તેમને ભાન ના રહ્યું તે તપાસનો વિષય છે. પરંતુ હાલ મુળ કચ્છના ભારતીય ક્રિકેટ પ્રશંસકની આ હરકત સૌ કોઇના ધ્યાને સોશિયલ મીડીયા મારફતે આવી છે. જેનાથી સૌ કોઇ વ્યથીત છે…