Home Crime અંતે વિધીવત ભાજપના નેતા સામે ફરીયાદ : જેન્તીભાઇએ તો ભાજપને લજવ્યો…

અંતે વિધીવત ભાજપના નેતા સામે ફરીયાદ : જેન્તીભાઇએ તો ભાજપને લજવ્યો…

5438
SHARE
કચ્છનુ સૌથી મોટુ સેક્સકાંડ નલિયાકાંડ જ્યારે સામે આવ્યુ ત્યારે કચ્છ ભાજપના મોટા નેતા સહિત સાંસદનુ નામ પણ આ કિસ્સામાં ઉછળીને સામે આવ્યુ હતુ. પરંતુ ત્યાર બાદની તપાસમાં સાંસદને ક્લીનચીટ મળી ગઈ હતી. જો કે હવે કચ્છ ભાજપના વધુ એક મોટા નેતાનુ નામ ફરી સેક્સકાંડમાં સામે આવ્યુ છે. સુરતની એક યુવતીએ આમ તો આ મામલે થોડા દિવસ પહેલા અરજી કરી તેની દાસ્તાન વર્ણવી હતી. પરંતુ ત્યારે પોતે નિર્દોષ હોવાના દાવા સાથે જેન્તીભાઇ ભાનુશાળીએ રાજીનામુ આપીને પોતાના રાજકીય દુશ્મનોને પણ મોઢામાં આંગળા નાખતા કરી દીધા હતા. પરંતુ આજે જે થયુ તેનાથી ન માત્ર કચ્છ ભાજપ પરંતુ ગુજરાત ભાજપ પણ શર્મશાર થઈ ગયું છે. કારણ કે ગુમ થઇ ગયેલી યુવતી અચાનક પોલિસ મથકે હાજર થઇ અને લાંબા નિવેદન અને પુછતાછ પછી પોલિસે આ મામલે જયંતિભાઈ ભાનુશાળી સામે દુષ્કર્મ અંગેની 376 સહિતની કલમ તળે સુરતના સરથાણા પોલિસ મથકે ફરીયાદ નોંધી છે. અને તેની તપાસ ઝોન-4ના મહિલા DCP લીના પાટીલને સોંપી છે.દિવસભર રાજકીય ડ્રામા અને યુવતી પોલિસને ગેરમાર્ગે દોરવા માટે અરજી કરી છે તેવી વહેતી થયેલી વાતો અને ચર્ચા બાદ હવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયુ છે. અને જયંતિભાઈ સામે અંતે યુવતીની ફરીયાદ નોંધીને પોલિસે મેડીકલ સહિતની તપાસ પણ શરૂ કરી દીધી છે.

જયંતિભાઈ આવું કરી શકે ખરા ?

આમ તો જયંતિભાઈ ભાનુશાલી કચ્છ ભાજપના એક એવા નેતા છે, જે હમેંશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહ્યા છે. પહેલા તેઓ નખત્રાણામા એલસીબીએ ઝડપેલા લોટ પ્રકરણમાં ચર્ચામાં આવ્યા હતા. પછી ગૌચર જમીન પર દબાણનો મામલો કે બોગસ મંડળીઓમાં તેમની કથીત સંડોવણી. આક્ષેપો અને જયંતીભાઈ વિવાદરૂપી સિક્કાની બે બાજુ હોય તેમ આસપાસ રહયા છે. તેમના મત વિસ્તારમાં તેમની આંતરીક જુથ્થબંધી માટે પણ તેઓ ચર્ચામાં રહ્યા છે પરંતુ હવે એક એવા કાંડમાં તેમનુ નામ સામે આવ્યુ છે. જેમાં તેના નજીકના વ્યક્તિઓ સહિત સૌ કોઇ કહી રહ્યા છે કે, ‘જેન્તીભાઇ કઇક તો શરમ કરવી હતી’. કારણ કે બે મહિનાથી ચાલતા રાજકીય ડ્રામામાં સૌ કોઇ એમ જ માનતા હતા કે, આ માત્ર રાજકીય કાવતરું છે. અને જેમાં તેમને ટાર્ગેટ બનાવાઇ રહયા છે. આજે યુવતીએ ન માત્ર ફરીયાદ નોંધાવી એટલું જ નહીં પરંતુ મજબુત પુરાવા પણ આપ્યા છે. જેમાં જયંતીભાઈ દુષ્કર્મ કરી રહયા હોય તેવો એક વિડિઓ પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજીનામુ તો આપ્યુ પરંતુ હવે સસ્પેન્ડ કરાશે ?

જો ભાજપના આંતરીક સુત્રોનુ માનીએ તો જેન્તીભાઇએ મનિષા સામે જ્યારથી ફરીયાદ કરી ત્યારથી જેન્તીભાઇના રાજકીય શુભચિંતકોએ આ કેસની ઉંડાઇથી ભાજપના પ્રદેશ મોવડી મંડળને વાકેફ કર્યા હતા. પરંતુ ભાજપના જુના વગદાર નેતા હોવાથી ભાજપે આ મામલે થોભો અને રાહ જોવોની નીતી અપનાવી હતી. પરંતુ જ્યારે સુરતમા અરજી થઇ ત્યારે સ્વેચ્છાએ નહી પરંતુ ભાજપ દ્વારા જ જેન્તીભાઇની રાજકીય શાખ બચાવવા મામલે તેમની પાસેથી રાજીનામુ માંગી લેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ દાવો કર્યો હતો. જેને પગલે તેમણે પણ રાજકીય ડ્રામા સાથે રાજીનામુ આપી પોતાનો બચાવ કર્યો હતો. જો કે આજે જેન્તીભાઇ સામે ફરીયાદ થતા હવે નજીકના ભવિષ્યમાં તેમની સામે કડક કાર્યવાહી ભાજપ કરે તો નવાઇ નહી.

નલિયાકાંડ પછી કોગ્રેસને વધુ એક મુદ્દો મળ્યો

મુળ કચ્છની જ મનિષાના આક્ષેપો અને ત્યાર બાદના નાટકીય વંણાકો સમયે ચુપ બેઠલી કોગ્રેસ અચાનક જ ચેતનવંતી ત્યારે થઇ જ્યારે સુરતની એ યુવતીએ જેન્તીભાઇ સામે અરજી કરી હતી. અને કચ્છ કોગ્રેસે વિરોધ કરી ફરી મહિલા બચાવોના નારા લગાવ્યા હતા . જો કે આજે પણ જ્યારે સુરતમાં યુવતી ફરીયાદ કરવા માટે ગઇ ત્યારે કોગ્રેસની વિવિધ પાંખે તેમની પડખે ઉભી રહીને રાજકીય માઇલસ્ટોન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જે સાંજ સુધી જારી રહ્યો અને સાંજે પણ ફરીયાદ નોંધવા સમયે મહિલા કોગ્રેસે ક્રાઇમબ્રાન્ચની ઓફીસ સામે વિરોધ નોંધાવ્યો હતો. જો કે હવે જ્યારે જેન્તીભાઇ સામે ફરીયાદ થઇ છે. ત્યારે આગામી દિવસમાં કચ્છ કોગ્રેસ પણ વાંજીયા વિરોધ જેવો કોઇ રાજકીય કાર્યક્રમ બનાવે તો નવાઇ નહી.