Home Current PMની નલિયાના હંસાબેન સહિત કચ્છની ૮૯૮ બહેનોને ‘રક્ષાબંધન’ ની ભેટ : અનિરુદ્ધ...

PMની નલિયાના હંસાબેન સહિત કચ્છની ૮૯૮ બહેનોને ‘રક્ષાબંધન’ ની ભેટ : અનિરુદ્ધ દવેને જોઈ વડાપ્રધાને શું કહ્યું?

1907
SHARE
એક દિવસની ગુજરાત ની ટૂંકી મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વલસાડ, ગાંધીનગર અને જુનાગઢ નો વીજળીવેગે પ્રવાસ કર્યો હતો. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો આ પ્રવાસ નલિયા ના હંસાબેન ભાનુશાલી સહિત કચ્છની ૮૯૮ જેટલી બહેનો માટે યાદગાર બની રહી હતી.પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડ ના જૂજવા થી કરી હતી. જૂજવા ગામે થી વીડીયો કોંફરન્સ ના માધ્યમ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય ના અન્ય તાલુકાઓ ની સાથે કચ્છ માં છેવાડા ના નલિયા નો સંપર્ક કર્યો હતો.

PM નરેન્દ્ર મોદીએ હંસાબેન સાથે કચ્છની ૮૯૮ બહેનોને આપી આ ભેટ

નલિયા મધ્યે કેન્દ્રની મોદી સરકાર ના પ્રતિનિધિ તરીકે સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિત મા યોજાયેલ વીડીયો કોંફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ઇન્ચાર્જ અધિક કલેકટર શ્રી જોશી, અબડાસા ના તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, કચ્છ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, અબડાસા તાલુકા પંચાયતના હોદ્દેદારો, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના જૂજવા ગામે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડીયો કોંફરન્સ દ્વારા નલિયા નો સંપર્ક કરતી વેળાએ નલિયા ના રહેવાસી હંસાબેન ભાનુશાલીને એક બહેન તરીકે વડાપ્રધાન ગ્રામીણ આવાસ યોજના દ્વારા બનાવેલા ઘરમાં ‘ઇ ગૃહપ્રવેશ’ કરાવ્યો હતો. જ્યારે સાંસદ વિનોદ ચાવડાએ હંસાબેન ભાનુશાલીને જિલ્લા ના સાંસદ તરીકે મકાનની ચાવી અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ રક્ષાબંધનના પર્વને યાદ કરીને કચ્છમાં હંસાબેન ભાનુશાલીને પ્રતીક તરીકે ‘ઇ ગૃહપ્રવેશ’ કરાવ્યો તેની સાથે નલિયા સહિત કચ્છના દસે દસ તાલુકામાં તાલુકા પંચાયત દ્વારા યોજાયેલા કાર્યક્રમોમાં ૮૯૮ જેટલી બહેનોને રક્ષાબંધન ની ભેટ તરીકે વડાપ્રધાન ગ્રામીણ આવાસ યોજના હેઠળ બનેલા તેમના મકાનો ની ચાવી અર્પણ કરાઈ હતી. આમ વડાપ્રધાન મોદીએ કચ્છ સહિત રાજ્યની ૧ લાખ ૧૫ હજાર બહેનોનને રક્ષાબંધનની ભેટ રૂપે મકાનો અર્પણ કરીને ‘ઇ ગૃહપ્રવેશ’ કરાવ્યો હતો. આ કાર્યક્રમ બહેનો માટે પણ સુખદ રહ્યો. તેમને જમીન થી માંડી ને મકાન નું બાંધકામ સહિતનું બધું જ સરકાર દ્વારા અપાયું હતું.

અનિરુદ્ધ દવે ને જોઈ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નલિયામાં હંસાબેન ભાનુશાલી ને પૂછ્યું હતું કે તેમને ઘર ગમ્યું છે? ક્યાંય કોઈએ લાંચ લીધી છે કે ભ્રષ્ટાચાર કર્યો છે? હંસાબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે તેમને ઘર ગમ્યું છે અને ક્યાંય કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર જ તેમને ઘર મળ્યું છે. આ વાતચીત દરમ્યાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિરુદ્ધ દવેને જોઈને હંસાબેન ને પુછ્યું કે આ દવે તો તમને કંઈ શીખવતો નથી ને ? જોકે, વડાપ્રધાન મોદીની આ કોમેન્ટ અંગે ન્યૂઝ4કચ્છને પ્રતિભાવ આપતા અનિરુદ્ધ દવે એ વડાપ્રધાન પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી અને ભાજપના કાર્યકર્તા તરીકે પોતા માટે ગૌરવ ગણાવ્યું હતું.