Home Crime લ્યો બોલો નકલી નોટ સસ્તી કિંમતે આપવાનુ કહી ઠગાઈનો કારસો પણ ભુજ...

લ્યો બોલો નકલી નોટ સસ્તી કિંમતે આપવાનુ કહી ઠગાઈનો કારસો પણ ભુજ એલ.સી.બી પહોંચી ગઇ

2549
SHARE
ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચ્છ એલ.બી ના એમ.બી.ઔસુરા ના માર્ગદર્શન મુજબ જરૂરી વર્કઆઉટ કરી એલ.સી.બી ટીમ ફરીયાદીને સાથે રાખી પંચો સાથે ભુજ ખાતે હોટલ પ્રીન્સની બાજુની ગલીમાં છટકુ ગોઠવતા ફરીયાદી પાસેથી રૂપીયા ૧ લાખ લઇ ડબલમાં નકલી નોટો આપવાનુ કહી છેતરપીંડી કરવા આવનાર આરોપીઓ (૧) અલ્લાના ઇસાક સમા, ઉ.વ.૪૦, રહે.હાલે શાંતિનગર, સરપટનાકા બહાર, ભુજ, મુળ ગામ- ધોરાવર, તા.ભુજ (ર) સોએબ અબ્દુલ્લા સમેજા, ઉ.વ.૩૬, રહે.ગાંધીનગરી, ભુજ, મુળ ગામ- ભોજરડો, તા.ભુજ વાળાને રૂપીયા ૮,૮૭૦/- રોકડા તથા ૩ મોબાઇલ ફોન કિ.રૂા.૩૦૦૦/- તથા એક મો.સા. કિ.રૂા.૨૦,૦૦૦/- ની સાથે ઝડપી ત્રીજા આરોપી તૈયબ ઇબ્રાહીમ સમા, રહે.શેખપીર પાસે સમાને એક મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦/- સાથે ઝડપીને નકલી નોટો આપવાના બહાને નવતર પ્રયોગ થી છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાસ કર્યો છે. ફરીયાદી દિપક ગોસ્વામી કુકમા ગામે બસસ્ટેશન પાસે મોબાઇલ રીપેરીંગની દુકાન ધરાવે છે. જયાં તા.૩૧/૦૮/૨૦૧૮ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે આરોપી નં.૩ વાળો આવેલો અને લાભ-લાલચની વાતો કરી પોતે તથા પોતાના મિત્રો નકલી નોટોનો ધંધો કરે છે. લાખ રૂપીયામાં બે લાખની નકલી નોટો આપીએ છીએ, અને ધંધામાં સારો ફાયદો છે. તેવી વાતો કરતા ફરીયાદીએ આરોપીનું પારખુ લેવા હા પાડતા જેથી આરોપી નં.૧ વાળા સાથે ફરીયાદીને મોબાઇલ ફોન ઉપર વાત કરાવેલ તે બાદ આરોપી નં.૧ વાળાએ તા.૦૧/૦૮/૨૦૧૮ ના રોજ સવારના ક.૧૧-૦૦ વાગ્યે ફોન કરી કહેલ કે, તમારે ખરાઇ કરવી હોયતો ભુજ આવી મારી પાસેથી નમુના રૂપે રૂા.૫૦૦/- ની નકલી નોટ લઇ જાવ તેમ કહી ફરીયાદીને ભીડ જકાત નાકા પાસે બોલાવી આરોપી નં.૩ વાળાને મોકલી એક પ૦૦ ની ખરેખરની અસલી નોટ બનાવટી છે. તેમ સમજાવી ફરીયાદીને આપવામાં આવેલ જેથી ફરીયાદીએ ચકાસતા નોટ અસલી હોઇ, અને આ ગેંગ ભલા ભોળા લાલચુ માણસોને બનાવટી નોટો ડબલમાં આપવાનુ કહી રૂપીયા પડાવતા હોય તેમ ફરીયાદસને ચોકકસ જણાઇ આવતા જેથી ફરીયાદસએ જાગૃતતા બતાવી સીધો ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી રવી તેજા વાસમશેટ્ટી સાહેનો સંપર્ક કરેલ અને ઉપરોકત સગળી હકીકત જણાવેલ જે ફરીયાદીની હીકકતથી આ છટકુ ગોઠવી આ ત્રણે આરોપીઓને એલે.સી.બી. પોલીસે ઝડપી આ ગેંગનો પર્દાફાસ કરી ફરીયાદીની ફરીયાદ લઇ ભુજ શહેર એ ડી.વી. પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.