લોકશાહીના તહેવારસમી ચૂંટણીમાં મતદાન વધે એ બાબત લોકતંત્ર માટે એક શુભ સંકેત છે મતદાન વધારવા મતદાન જાગૃતિ વધારવી ખૂબ જરૂરી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના હસ્તે ગઈકાલે મતદાર જાગૃતિ અંગેની શોર્ટ ફિલ્મનું લોચિંગ કરાયું હતું ચૂંટણીતંત્ર તરફથી ચાલી રહેલી ચૂંટણીની પૂરજોશમા તૈયારીઓ વચ્ચે જિલ્લા અધિકારી ચૂંટણી અધિકારી શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કચ્છની સ્વીપ ટીમ દ્વારા ચૂંટણીપંચના નિર્દેશો અનુસાર કચ્છ સહિતના મતદારોમાં જાગૃતિ લાવતી આ શોર્ટ ફિલ્મ
“મારો મત એજ મારી તાકાત” અને “કચ્છી ગરબો” નામની મુખ્ય ફિલ્મ સાથે ૩૫ જેટલી નાની એટલે કે શોર્ટફિલ્મોનું કચ્છની સ્વીપ ટીમ દ્વારા નિર્માણ કાર્ય કરાયું છે ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિ , સ્વીપના નોડલ ડૉ.બી.એન. પ્રજાપતિ, મુંન્દ્રાના નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહીલ , કરછના પ્રખ્યાત ટુરીસ્ટ ગાઇડ શંકર ધેડા ફિલ્મ ડાયરેકટર વિનોદભાઈ નંજણ તેમજ માહિતી વિભાગના અધિક્ષક વિનોદભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતાં કચ્છના કલાકારો , સંતો , પ્રખ્યાત લોકગાયકો , રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ અને અધિકારીઓ દ્વારા મતદારોને તા . ૨૩ મી એપ્રિલ , ૨૦૧૯ના રોજ મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે મદદદનીશ ચૂંટણી અધિકારી એમ . બી પ્રજાપતિ અને સ્વીપના નોડલ અધિકારી એવા જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિ, પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડના સહયોગથી આ ફિલ્મ બનાવાઈ છે જ્યારે મુન્દ્રાના નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, ટુરીસ્ટ ગાઇડ શંકરભાઈ ઘેડા, ફ઼િલ્મ ડાયરેકટર વિનોદભાઈ નંજાણ, યાદ સ્ટુડિયો દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરાયું છે આ ફિલ્મમાં બન્ની વિસ્તાર માતાનામઢ , ધોળાવીરા , માંડવી, મુંન્દ્રા જેવા ધાર્મિક અને પર્યટક સ્થળોને ફિલ્માવવામાં આવ્યાં છે પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી કસબ સંસ્થાના ડાયરેકટર અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા મેઘુબેન રબારી, લોક ગાયિકા ગીતાબેન રબારી, કનૈયાલાલ સીજુ પાર્ટી અલખમેર ગ્રુપ, હસ્તકલા કસબી પાબીબેન રબારી , માતાનો મઢના જાગીરદાર રાજાબાવા યોગેન્દ્ર સિંહ, દેશ – વિદેશમાં પ્રખ્યાત એમ ટીવી ફેઇમ લોક ગાયક મુરાલાલા , અજરખ પ્રિન્ટીંગના કસ્બી ડૉ. ઈસ્માઇલ ખત્રી તેમજ જિલ્લાના અધિકારીઓ કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, આઇ.જી. ડી.બી. વાઘેલા , જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ કચછના પોલીસ વડા સૌરભ તોલંબિયા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ . બી . પ્રજાપતિ દ્રારા મતદારોને મતદાનની અપીલ કરાઈ છે આ ફિલ્મને નિહાળી કચ્છના લોકો મોટા પ્રમાણમાં મતદાનની પવિત્ર ફરજ નિભાવી પ્રતિસાદ આપે તેવો વિશ્વાસ વ્યકત કરાયો છે કચ્છના ચૂંટણી તંત્ર તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ નોડેલ સ્વીપ , યાદ સ્ટુડિયો જેવી યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ ફિલ્મ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે ઉપરાંત લોકલ ન્યુઝ ચેનલ, સિનેમાઘરોમા પણ આ ફિલ્મો પ્રસારિત કરવામાં આવશે .