Home Crime IDBI બેંક લોન કૌભાંડમાં જેન્તી ઠક્કરને CID ક્રાઇમ દ્વારા ભુજ કોર્ટમાં રજૂ...

IDBI બેંક લોન કૌભાંડમાં જેન્તી ઠક્કરને CID ક્રાઇમ દ્વારા ભુજ કોર્ટમાં રજૂ કરાયો – ૫ દિ’ના રિમાન્ડ મંજુર

2086
SHARE
ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ઝડપાયેલા રાજકીય આગેવાન જેન્તીલાલ ઠક્કર (ડુમરા)ની IDBI બેંક લોન કૌભાંડમાં ધરપકડ કરાયા બાદ આજે ભુજ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરાઈ હતી સીટની ટીમ દ્વારા જેન્તી ભાનુશાલીની હત્યામાં છબીલ પટેલ બાદ જેન્તીલાલ ઠક્કર ડુમરાવાળાની સંડોવણી ખુલ્યા બાદ ધરપકડ કરી જેલ હવાલે કરાયા બાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા જેન્તી ઠક્કરની વિરુદ્ધ જ્યારે IDBI બેંકની બળદિયા શાખા માંથી વિંઝાણ ગામના મૃત મહિલા વૃજકુંવરબા જાડેજાના નામે ૮૨ લાખની લોન લેવાની ફરિયાદ દાખલ કરાઈ ત્યારે જ એવી ચર્ચા શરૂ થઈ હતી કે હવે જેન્તી ડુમરાની મુશ્કેલીઓ વધી શકે છે સીઆઇડી ક્રાઇમે જેન્તી ઠકકર ડુમરાવાળા સામે ગઈકાલે ગુનો દાખલ કર્યા બાદ આજે ભુજ કોર્ટમાં રજૂ કરી ૧૫ દિ’ના રિમાન્ડની માંગણી કરી હતી, પણ કોર્ટે ૫ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. IDBI બેંકને સાંકળતા આ લોન કૌભાંડનો આક ૭.૮૨ કરોડનો થવા જાય છે. ૭ પાકિસ્તાની શરણાર્થીઓના નામે ૧-૧ કરોડ રૂપિયાની લોન લેવાઈ છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં અન્ય ૪ આરોપીઓ પણ સામેલ છે.