Home Crime કચ્છ ભાજપનાં ધારાસભ્યનાં ખાસ એવા પૂર્વ સરપંચ સામે અપંગ યુવતીની દુષ્કર્મની ફરીયાદ

કચ્છ ભાજપનાં ધારાસભ્યનાં ખાસ એવા પૂર્વ સરપંચ સામે અપંગ યુવતીની દુષ્કર્મની ફરીયાદ

5440
SHARE
નલિયા દુષ્કર્મ કાંડ બાદ ફરી ભાજપનાં એક સક્રિય સભ્યની દુષ્કર્મમાં સંડોવણી બહાર આવી છે જેમાં માંડવી તાલુકાનાં પૂર્વ સરપંચ સામે એક વિકલાંગ યુવતીએ નોકરીને બહાને દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. કચ્છ ભાજપનાં એક બાહુબલી માનવામાં આવતા ધારાસભ્યનાં ખાસ માણસ માનવામાં આવતા આ શખ્સની પત્ની માંડવી તાલુકા પંચાયતની સભ્ય પણ છે કચ્છનાં રાજકારણમાં ખાસ્સી એવી વગ ધરાવતા આ શખસ સામે છેક ગુજરાત હાઈકોર્ટમાં પીડિત યુવતી દ્વારા પત્ર લખવાને કારણે પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
માંડવી તાલુકાનાં પીપરી ગામનાં સરપંચ રહી ચૂકેલા વાલજી ભવાનજી સંઘાર નામનાં શખશે વર્ષ ૨૦૧૪થી માંડવી તાલુકાનાં ગામની અને હાલમાં ભુજમાં રહેતી એક વિકલાંગ યુવતીને નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ કરતો આવ્યો હતો. સામાજિક પ્રસંગે મળેલી યુવતીને તેણે નોકરીની લાલચ આપ્યા પછી આ શખસ દ્વારા યુવતીનાં ખરાબ હાલતમાં ફોટા પાડવામાં આવ્યા હતા અને આ ફોટા સોસીયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની વાત યુવતીએ પત્રમાં લખી છે.
ગુજરાત હાઈકોર્ટ તેમજ પશ્ચિમ કચ્છનાં એસપીને લખવામાં આવેલા પત્રને કારણે સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવી પડી હોવાનું પણ કચ્છનાં રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે.

ખનીજ ચોરીમાં પણ નામ હતું?

કચ્છનાં બાહુબલી ધારાસભ્યના પુત્રનાં કારોબારમાં સક્રિય એવા આ શખસનું નામ ખનીજ ચોરીમાં પણ બહાર આવ્યું હતું પરંતુ સત્તાપક્ષ ભાજપ સાથે ખાસ સંબંધ ધરાવતા હોવાને કારણે પોલીસ પણ તેની સામે હાથ નાખતા વિચાર કરતી હતી આ માથાભારે શખસ દ્વારા સ્થાનિક પોલીસને સાચવવામાં આવતી હોવાને કારણે પણ તેની સામે ફરિયાદ નોંધવામાં મોડું કરવામાં આવ્યું હોવાનું ખુદ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રો દાવો કરી રહ્યા છે.