Home Current કચ્છના આકાશમાં દેખાયેલો પ્રકાશપુંજ ઊડતી રકાબી હતી? લોકોમાં કુતુહુલ સાથે ચર્ચા

કચ્છના આકાશમાં દેખાયેલો પ્રકાશપુંજ ઊડતી રકાબી હતી? લોકોમાં કુતુહુલ સાથે ચર્ચા

1243
SHARE
ગઈકાલે કચ્છના આકાશમાં દેખાયેલ પ્રકાશપુંજે લોકોમાં ચર્ચા અને કુતુહુલ સર્જ્યું છે. આ વખતે દક્ષિણ પૂર્વના ખૂણે એટલેકે અગ્નિ ખૂણે ૨૨° ડીગ્રી ઉપર પ્રકાશપુંજ દેખાતા ખગોળ શોખીનો, પ્રજાજનો તથા સુરક્ષા એજન્સી સહીત તમામ લોકોમાં કુતુહલનો માહોલ છવાઈ ગયો હતો.
આ બાબતે અનેક લોકોના ફોન આવ્યા બાદ વધુ વિગતો આપતાં સ્ટારગેઝીંગ ઈન્ડિયાના ડાયરેક્ટર અને કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું કે આ પ્રકાશપુંજ ખૂબ જ પ્રકાશિત હતો
શરૂઆતમાં તો ઊંચેથી કોઈ લાઈટનો શેરડો નાખતો હોય તેવું જણાયું પરંતુ તેની ઊંચાઈ અને વ્યાપ જોતાં આ શક્યતાનો છેદ તુરંત જ ઊડી ગયો હતો.
આ પ્રકાશપુંજ ભચાઉના આમરડી, ખડિર, ચપરેડી, ભુજ, સહીતના વિસ્તારોમાંથી દેખાતો હોવાના સંદેશાઓ વાયરલ થતા લોકો કુતુહલ, રોમાંચ, અને આશંકાની લાગણી ફેલાઇ હતી,
ભચાઉના અમારડી ગામના તુર્ક તાહેરમામદ ભાઇના જણાવ્યા મુજબ આ પ્રકાશ એક જગ્યાએ રહી ગોળ ગોળ ફરતો હોય તેવું જણાયું હતુ, જ્યારે કેટલાક નિરીક્ષકોના મતે આ પ્રકાશ ઘડિયાલના લોલકની જેમ ફરતો હતો. ભુજ થી મનન ભાઈ ઠક્કરે આ પ્રકાશ સ્થિર જોયો હતો અને આ બધાની દિશા એક જ એટલે કે અગ્નિ ખૂણો હતો. આ પ્રકાશ પુંજ અર્ધાં થી પોણો કલાક દેખાયા બાદ ગુમ થઈ ગયો હતો જે અનેક પ્રશ્નો છોડી ગયો હતો.
યુ એફ ઓ (ઊડતી રકાબી), હોઇ શકે? આ પ્રશ્ન નો ઉત્તર આપવો કઠીન છે તેમ કહેતાં શ્રી ગોર જણાવે છે કે તેના ફોટો વિડીયો વગેરે જોયા પછી કઈંક નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય પરંતૂ આવો બનાવ આ અગાઉ ક્યારે પણ બન્યો હોય તેવું જાણ્યું નથી તેથી તે સામાન્ય વસ્તુ તો ન હતી જ એમ કહી શકાય.