Home Current MLA ગુલાબસિંહના ભુજમાં સન્માન સાથે ફરી કોંગ્રેસની આંતરિક જુથ્થબંધી આવી સામે

MLA ગુલાબસિંહના ભુજમાં સન્માન સાથે ફરી કોંગ્રેસની આંતરિક જુથ્થબંધી આવી સામે

1123
SHARE
કચ્છ કોગ્રેસ અને જુથ્થબંધી એ કોઇ નવી વાત નથી અનેકવાર કોગ્રેસમાં આંતરીક જુથ્થબંધીએ ચરમસીમાં વટાવી છે પરંતુ આજે ભુજમાં આયોજીત એક કાર્યક્રમે ફરી કોગ્રેસમાં જુથ્થબંધીની વાતને મજબુત સમર્થન આપ્યુ છે કાર્યક્રમ થરાદના નવા ધારાસભ્ય ગુલાબસિંહ જાડેજાને નવાજવાનો હતો પરંતુ ફરી યુથ કોગ્રેસના આ કાર્યક્રમમા જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક મોટામાથાની ગેરહાજરી હતી યુથ કોગ્રેસ પ્રમુખે જીલ્લાના અનેક નેતાઓ અને પ્રમુખને કાર્યક્રમમાં આવવા માટે આમત્રંણજ આપ્યુ ન હતુ તો સુત્રોના મતે કાર્યક્રમમાં પ્રમુખને નજીકના સમર્થકો ન પહોચે તે માટે ખુદ પ્રમુખે પ્રયત્નો કર્યા હતા

યુથ કોગ્રેસ અને જીલ્લા કોગ્રેસની લડાઇ જુની અને જગજાહેર છે

યુથ કોગ્રેસના પ્રમુખ અને તેમની ટીમના નજીકના ટેકેદારો અને વર્તમાન કોગ્રેસ જીલ્લા પ્રમુખ વચ્ચેની લડાઇ જુની છે થોડા સમય પહેલાજ ગુલાબસિંહ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલના આભારનો એક કાર્યક્રમ ભુજમાં આયોજીત કરાયો હતો જેમાં પણ જીલ્લા પ્રમુખની બેનર અને કાર્યક્રમમં ગેરહાજરી હતી તો અનેક કોગ્રેસી કાર્યક્રરોએ અભીવાદન કાર્યક્રમમાં જવાનુ ટાળ્યુ હતુ મામલો પ્રદેશમાં પણ પહોચ્યો હતો પરંતુ કાઇ થયુ નહી તો થોડા સમય પહેલાજ હરિસિંહ જાડેજા અને અન્ય યુથ કોગ્રેસના આગેવાનોએ ફેસબુક પર પક્ષપ્રમુખ યજુવેદ્ર્સિંહ વિરૂધ્ધ જાહેરમાં વિરોધ કરતી પોસ્ટ પણ મુકી હતી જો કે પ્રદેશે મામલાને ગંભીરતાથી લઇ હરિસિંહ જાડેજાનો ખુલાસો પણ પુછ્યો હતો પરંતુ આજે ફરી શિસ્ત અનુશાસન અને એકતામાં રહેવાના પાર્ટીના આદેશને અવગણી યુથ કોગ્રેસે ગુલાબસિંહનો અભિવાદન કાર્યક્રમ આયોજીત કરી જુથ્થબંધીને ફરી સમર્થન આપ્યુ હતુ

MLA ગુલાબસિંહે જુથ્થબંધીને આપ્યુ આડકતરૂ સમર્થન?

થરાદ બેઠક પરથી પાર્ટીના ટેકા સાથે વિજયી બનેલા ગુલાબસિંહ પાસે મજબુત જન સમર્થન અને પાર્ટીનો ટેકો છે પરંતુ આજે આયોજીત કાર્યક્રમમાં જાણે તેઓએ પણ આ જુથ્થબંધીને આડકતરુ સમર્થન આપ્યુ હતુ પ્રદેશમાં કોગ્રેસને મજબુત કરવાની ટીમમા ગુલાબસિંહ પણ એક મજબુત સિપાહી છે પરંતુ આજે પક્ષના જીલ્લા પ્રમુખ કાર્યક્રમમાં હાજર ન હતા ઘણા સિનીયર નેતાઓ હાજર ન હતા છંતા તેઓએ આ મામલાને જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો કે યુથ કોગ્રેસને પક્ષપ્રમુખને કાર્યક્રર્મમાં ઉપસ્થિતી રાખવા અંગેના સુચનો જે દર્શાવે છે કે કચ્છથી લઇ પ્રદેશ સુધી જુથ્થબંધીને મોટા નેતાઓજ આડકતરૂ સમર્થન આપી રહ્યા છે તો પ્રદેશ પણ ક્યાક એને ડામવામાં નિષ્ફળ અથવા અસમર્થ હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે.
આમતો કચ્છ બહારના નેતાને નવાજવાનો આ કાર્યક્રમજ થોડો અજુગતો ગણી શકાય છંતા પણ આયોજીત થયો પરંતુ યુથ કોગ્રેસ અને જીલ્લા કોગ્રેસ વચ્ચેની જુથ્થબંધી ફરી આ કાર્યક્રમ બાદ ખુલ્લીને સામે આવી જો કે અગાઉ પણ મામલો પ્રદેશમાં ગયો છે પરંતુ કોઇ અસરકારક પગલા નેતાઓ લઇ શક્યા નથી ત્યારે ફરી આ મામલે હવે શુ ફરીયાદો અને પગલા લેવાય છે તે જોવુ રહ્યુ.