Home Current “યાદ રાખજે અમુક મુસ્લિમો ભાઈચારામાં માનતા નથી, તને ખતમ કરીને ટુકડા કરી...

“યાદ રાખજે અમુક મુસ્લિમો ભાઈચારામાં માનતા નથી, તને ખતમ કરીને ટુકડા કરી નાખીશું” નનામા પત્રથી કચ્છની કોમી એકતા ભડકાવવાનો પ્રયાસ

5338
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક . ભુજ કચ્છનાં માંડવી તાલુકામાં આવેલા ભોજાય ગામનાં એક વ્યક્તિને નનામો પત્ર મળ્યો છે જેમાં તેને ખતમ કરીને ટુકડા-ટુકડા કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે પત્રમાં કચ્છનાં મુસ્લિમો સારા હોવાની વાત કરીને ભુજનાં અમુક મુસ્લિમ ભાઈચારામાં નથી માનતા એમ લખીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ધમકીવાળા આ લેટરને કારણે સોમવારે માંડવી તાલુકાનાં સંઘાર સમાજનાં લોકો ગઢસીશા પોલીસ મથકે દોડી આવ્યા હતા કથિત નનામા પત્રને કારણે ગઢસીશા પંથકમાં ફરી એકવાર કોમી લાગણી ભડકાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે
થોડા સમય પહેલા કચ્છનાં માંડવી તાલુકામાં આવેલા ભોજાય ગામમાં આવેલી મસ્જિદ આગળ પેશાબ કરવા અંગેની પોલીસ ફરિયાદ થઈ હતી તેમાં જે વ્યક્તિને આરોપી તરીકે દર્શવાવામાં આવ્યો હતો તેને આ નનામો ધમકી આપતો લેટર પોસ્ટ મારફતે તેના ઘરે મોકલવામાં આવ્યો છે જેને કારણે ફરી એકવાર માંડવીના ગઢસીશા પંથકના ગામોમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જયાં સંઘાર સમાજનાં લોકોએ આ અંગે પોલીસને રજુઆત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આવેદનપત્ર આપ્યું હતું ઇન્સ્પેક્ટર રમેશ ગોજીયાએ લોકોને સંયમ જાળવવા માટેની અપીલ સાથે પોલીસ કાર્યવાહીની ધરપત પણ આપી હતી સંઘાર સમાજનાં અગ્રણીઓ શિવજીભાઈ સંઘાર તથા પીપરી ગામનાં પૂર્વ સરપંચ વાલજીભાઇ સંઘાર સહિતનાં લોકોએ નનામા પત્રને કારણે કચ્છમાં કોમી એકતા અને ભાઈચારાનાં વાતાવરણને ડહોળતા અટકાવવા માટે પોલીસ સમક્ષ અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક મહિનાથી કચ્છમાં, ખાસ કરીને માંડવીના ગઢસીશા પંથકમાં કોમી એકતાને ખતરારૂપ ઉપરાંત કાયદો વ્યવસ્થાને નિશાન બનાવતી ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે જેના મૂળમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની કામ કરવાની ઢીલી કાર્યશૈલી જવાબદાર હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.

ઘટનાક્રમને કારણે આવ્યો છે પત્ર ?

તારીખ ૧૪/૦૧/૨૦૨૦નાં રોજ કચ્છનાં માંડવી તાલુકાનાં ભોજાય ગામે આવેલી એક મસ્જિદને અપવિત્ર કરવાની ઘટના સામે આવી હતી જેને કારણે બે સમાજનાં લોકો આમને-સામને આવી ગયા હતા. જેમાં ભીમજી કેશા સંઘાર નામનાં ભોજાયનાં વ્યક્તિ સામે મસ્જિદનાં દરવાજા સામે પેશાબ કરવા અંગેની હુસેન ઉમર લંગા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારપછી પણ હુસેન લંગા તથા રઝાક હાજી ઉમર લંગા દ્વારા ભીમજી સંઘારને વારંવાર હેરાન કરવામાં આવતો હોવાનું આજે પોલીસને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું દસેક દિવસ પહેલા ભીમજી સંઘારને ભુજનાં મુસ્લિમોને નામે આ લેટર લખવામાં આવ્યો છે જેમાં તેની હત્યા કરીને તેઓ જાતે પોલીસ સ્ટેશને હાજર થઈ જશે એમ પણ લખવામાં આવ્યું છે.