Home Crime ભુજ પાર્ટી પ્લોટના માળી શિવાએ કહ્યુ તમે નંપુશક છો અને 3 મિત્રો...

ભુજ પાર્ટી પ્લોટના માળી શિવાએ કહ્યુ તમે નંપુશક છો અને 3 મિત્રો તરફથી મળ્યુ મોત

2596
SHARE
ભુજના રાવલવાડી વિસ્તારમાં રાજપુત સમાજવાડી નજીક આવેલા શિવમ પાર્ટી પ્લોટના માળી શિવસહાય માતાપ્રસાદ ત્રિવેદ્રી ઉર્ફે શિવાની હત્યાના 10 દિવસ બાદ તેની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. અને તેની હત્યા તેનાજ મિત્રોએ કરી હોવાનુ પોલિસ તપાસમા ખુલ્યુ છે. હત્યા કર્યા બાદ આરોપીઓ રાજસ્થાન ફરાર થઇ ગયા હતા પરંતુ શહેરમાં લાગેલ CCTV ફુટેજ તથા ટેલીફોનીક સર્વેલન્સના આધારે પોલિસે તપાસ શરૂ કરી હતી. અને નિરવ ઓશકભાઇ સોની રહે ભુજ ઉ.28,ચેતન ખીમજીભાઇ દવે ઉ.26 રહે પ્રાન્ધો લખપત, તથા અનિલ ઉર્ફે ધનજી બીજલાણી ઉ.33 ની સંડોવણી સામે આવતા 3 લોકોની ધરપકડ કરી છે. 3 આરોપીઓ શિવસહાયના મિત્રો હોવાનુ સામે આવ્યુ છે.
શિવાએ નપુશંક કહ્યા અને મળ્યુ મોત…
મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી શિવસહાય ભુજના રાવલવાડી નજીક આવેલ શિવમ પાર્ટી પ્લોટમાં છેલ્લા બે વર્ષથી માળી તરીકે કામ કરતો હતો જો કે તારીખ 19 ઓક્ટોમ્બરની રાત્રે નિમયીત મળતા મિત્રો પાર્ટી પ્લોટના રૂમમાં મળ્યા હતા જ્યા શિવસહાય એ તેના માલિક નરોત્તમ પોકાર દ્રારા હેરાન કરાતો હોવાથી તેના પુત્રનુ અપહરણ કરી તેને હેરાન કરવા માટે પ્લાન બનાવી મદદ કરવા માટે જણાવ્યુ હતુ પરંતુ 3 એ મિત્રોએ તેમા સાથ ન આપવાનુ કહ્યુ હતુ અને શિવસહાયે મિત્રોને નંપુશક હોવાનુ કહી અપશબ્દો પણ કહ્યા હતા જે બાબતે ઝધડો થયા બાદ 3 એ હત્યારાઓએ તેને બેલ્ટ તથા ધોકા વડે માર માર્યો હતો અને શિવસહાયનુ મોત થયુ હતુ. આમ શેઠના પુત્રનો અપહરણનો પ્લાન શિવસહાયના મોતનુ કારણ બન્યુ હતુ.
ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા ચેતન અને નિરવ અગાઉ પ્રોહીબીશન અને મારામારી સટ્ટા જેવા કેસોમાં પોલિસની ગીરફ્તમાં આવી ગયા છે. પરંતુ મિત્રો વચ્ચે થયેલી વાતચીત અને ત્યાર બાદ ઝધડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યુ હતુ અને તેમાં શિવસહાયને મોત મળ્યુ હતુ અન્ય કોઇની મદદગારીમા સંડોવણી છે કે નહી તે દિશામા પણ પોલિસ તપાસ કરશે એ ડીવીઝન પી.આઇ એમ.આર.બારોટ તથા LCB ના એસ.જે.રાણા તથા એચ.એમ.ગોહિલ ની ટીમે તપાસના 10 દિવસ બાદ હત્યાના વણઉકેલ્યા ભેદ પરથી પરદો ઉચક્યો હતો.