Home Crime પ્રદિપસિંહને માપમાં રહેવાનુ કહેનાર યુવક પાસામાં ધકેલાયો; ડીઝલ ચોરી સહિત અનેક ગુન્હામાં...

પ્રદિપસિંહને માપમાં રહેવાનુ કહેનાર યુવક પાસામાં ધકેલાયો; ડીઝલ ચોરી સહિત અનેક ગુન્હામાં હતો સામેલ

12964
SHARE
ડીઝલ ચોરી ભડકાઉ નિવેદનો અને જાહેર સુલેહ શાંતિ માટે અનેકવાર જોખમ સર્જનાર મુન્દ્રાના સાડાઉ ગામનો કુખ્યાત અબ્દુલશા કાદીરશા મામદશા સૈયદ પાસામાં પુરાયો છે. આમતો અગાઉ અનેક મામલાઓમાં તે ચર્ચામાં રહ્યો છે. પરંતુ તાજેતરમાંજ મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે રામ મંદિર નિર્માણ નિધી રથયાત્રાને અટકાવવા મામલે તે ફરી ચર્ચામાં આવ્યો હતો. અને તે મામલે તેની ધરપકડ પણ કરાઇ હતી. જો કે અગાઉ ડીઝલ ચોરી સહિત અનેક ગુન્હાઓમાં તેની સંડોવણી હોતા પચ્છિમ કચ્છ પોલિસે વિભાગે તેના વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી માટે જરૂરી પ્રક્રિયા કરી હતી. આજે પણ સોસીયલ મિડીયામાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાધેલાને માપમાં રહેવાનુ કહેતો તેનો વિડીયો વાયરલ થયો હતો. જો કે આજે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક સત્તાવાર યાદી મોકલી તેની પાસા હેઠળ કાર્યવાહીની માહિતી મિડીયાને આપી હતી. અબ્દુલશા કાદીરશા સૈયદ ની પાસા હેઠળ ધરપરડ કરી તેને જીલ્લા જેલ પોરબંદર મોકલવા તજવીજ હાથ ધરાઇ છે કોમી વેમન્સય ઉભુ કરી ધાર્મીક લાગણી દુભાવવા સહિત અનેક ફરીયાદો તેની સામે થઇ હતી જે સદંર્ભે આજે તેના વિરૂધ્ધ પાસા કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી જો કે પ્રદિપસિંહ વિરૂધ્ધ બોલવા સાથે પાસા કાર્યવાહીને કોઇ લેવા-દેવા ન હોવાનુ પોલિસ સુત્રોએ જણાવ્યુ હતુ.