Home Social કચ્છના આ ગામમાં ‘ઘર કી પહેચાન બેટીઓ કે નામ’ ઘરની બહાર પિતાનુ...

કચ્છના આ ગામમાં ‘ઘર કી પહેચાન બેટીઓ કે નામ’ ઘરની બહાર પિતાનુ નહી દિકરીનુ નામ!

1133
SHARE
દિકરી બે ઘરનો દીવો અને ત્રણ ઘર અજવાળે. હવે આ માત્ર સુંવાળા શબ્દો જ નથી પણ ગ્રામ્ય સ્તરે ઉભરેલી વાસ્તવિકતા છે. આપણે કોઇના ઘરનું સરનામું પુછીએ તો એમ બોલતા હોઇએ છીએ કે આ ભાઈ કે ફલાણા ભાઇનું ઘર કયાં આવ્યું.અથવા એમના વ્યવસાયને સાંકળી ભાઇનું નામ પુછી ઘર શોધીએ.મોટા ભાગે બધે એવું જ હોય છે પણ હવે સમાજની તાસીર બદલાઇ રહી છે જેનું એક ઉદાહરણ છે કચ્છના નખત્રાણા તાલુકાનું મોટા અંગીયા ગામ. જીલ્લા મહિલા અને બાળ વિકાસ દ્રારા બેટી બચાવો બેટી ભણાવો અતર્ગત આ પહેલ કરાઇ છે. અને કચ્છ જીલ્લામાં નખત્રાણા તાલુકાના મોટા અંગિયા અને નિરોણામાં હાલે ૧૫૦ જેટલા ઘરોના નામ દિકરીઓના નામ પર પરિવારે સહર્ષ સ્વીકાર્યા છે. જયારે મસ્કા, કુનરીયા અને કુકમા ગામ દિકરીઓના નામે ઘર ઉત્સવ કરવા થનગની રહયા છે પ્રાથમિક તબકકે બે માસથી પ્રારંભ થયો હતો બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહની ઉજવણી અંતર્ગત જાન્યુઆરીમાં મહિલા શકિત કેન્દ્ર દ્વારા નખત્રાણાના નિરોણા અને મોટા અંગીયા ગામે આ કાર્યક્રમ લોકોના સહર્ષ સ્વીકાર સાથે કર્યો હતો મોટા અંગીયાના સરપંચશ્રી ઈકબાલભાઇની આગેવાની હેઠળ અને નખત્રાણા પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરાની આગેવાની હેઠળ ગામની દિકરીઓ તેમજ તેમના માતાપિતાના હસ્તે તેમના ઘરની ઓળખ દિકરીના નામ પર થાય તે માટે તેમના હાથે જ ઘરની નેઇમ પ્લેટ દિકરીઓના નામે લગાવવામાં આવી હતી જેમ જેમ જાગૃત નાગરિકો આ વિશે માહિતગાર થાય છે તેમ તેઓ પણ વ્હાલી દિકરી સાર્થક કરતાં પોતાના ઘરને દીકરીનું નામ આપવા ઉમળકો બતાવે છે.માંડવી તાલુકાનું મસ્કા અને ભુજ તાલુકાના કુકમા અને ખાવડાનો ડુમાળો વિસ્તાર તેમજ અંજાર તાલુકાના સિનુગ્રાના લોકો આ પ્રત્યે ઉત્સાહ બતાવ્યો છે. જેથી આગામી ૮મી માર્ચે મસ્કા અને સિનુગ્રા ગામે “ઘરકી પહેચાન બેટીઓ કે નામ ઉજવાશે એમ શ્રી અવનીબેન દવે એ જણાવ્યુ હતુ. સાથે તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે મોટા અંગીયા અને નિરોણા ખાતે ૦ થી ૬ માસની ગામની દિકરીઓને દિકરી વધામણી કીટનું પણ વિતરણ કરેલું છે. ઘરની નેઈમ પ્લેટ સાથે અમે સૌના મોં મીઠા કરાવીએ છીએ ત્યારે ઘરના અને દિકરી તેમજ માતાઓના ચહેરા પરની ખુશી અનેરી હતી ઉલ્લેખનીય છે કે રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના અભિયાન ભાગરૂપે થઇ રહેલા આ કાર્યમાં કચ્છના લોકો ઉત્સાહ દેખાડી રહયા છે. જે ખરેખર એક અલગ પ્રકારની પહેલ છે.
સૌ.માહિતી વિભાગ,ભુજ