Home Crime દેશલપર નજીક કારે બાઇકને અડફેટે લેતા લશ્ર્મીપરની એક વિદ્યાર્થીની સહિત 2 ના...

દેશલપર નજીક કારે બાઇકને અડફેટે લેતા લશ્ર્મીપરની એક વિદ્યાર્થીની સહિત 2 ના મોત!

3334
SHARE
નખત્રાણા પોલિસ સ્ટેશનની હદમાં આવતા દેશલપર નજીક આજે એક માર્ગ અકસ્માંતમાં બે વ્યક્તિના જીવ ગયા છે. મોડી સાંજે સર્જાયેલા આ અકસ્માતમા એક વ્યક્તિનુ સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત પૈકી એક વ્યક્તિનુ મોત થતા ઘટનામા બે લોકો મોતને ભેટ્યા છે. અકસ્માત સર્જનાર કારના ચાલકનો કોઇ પત્તો નથી પરંતુ અકસ્માતમાં ભુજથી પરિક્ષા આપી પરત ફરી રહેલી ખુશ્બુ કીરીટ ભગત તથા ધિરજ દયારામ નુ મોત નીપજ્યુ છે. જ્યારે રોસ્ની નામની કિશોરીને ઇજા પહોંચી છે. બનાવની જાણ થતા નખત્રાણા પોલિસે મામલાની તપાસ શરૂ કરી છે જેમા પ્રાથમીક તપાસમાં ઓવરટેક કરવા જતા કારે બાઇકને અડફેટે લીધી છે. અને જેમાં એક વ્યક્તિનુ ધટના સ્થળેજ મોત નીપજ્યુ છે જ્યારે અકસ્માતમા વધુ એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 2 પર પહોચ્યો છે. ઓવરટેક કરી બાઇટને અડફેટે લેનાર કાર ચાલકનો કોઇ પત્તો નથી જ્યારે અકસ્માતમા મૃત્યુ પામનાર અને ઇજાગ્રસ્ત ભુજથી પરિક્ષા આપી પોતાના ગામ લક્ષ્મીપર પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હોસ્પિટલમાં પી.એમ સહિતની કાર્યવાહી પુર્ણ કરી સ્થળ પર પંચનામા સહિત કારચાલકનો પતો મેળવવા નખત્રાણા પોલિસે તપાસ તેજ કરી છે. જો કે પોલિસ તપાસમા વ્યસ્ત હોઇ વધુ વિગતો જાણી શકાઇ નથી