Home Current કચ્છમાં ગ્રામ્યકક્ષાએ આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર કાંતિસેન શ્રૌર્ફ ‘કાકા’નુ 98 વર્ષે નિધન!

કચ્છમાં ગ્રામ્યકક્ષાએ આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર કાંતિસેન શ્રૌર્ફ ‘કાકા’નુ 98 વર્ષે નિધન!

522
SHARE
કાકાના હુલામણા નામે કચ્છ-ગુજરાતમાં જાણીતા કાંતિસેન શ્રોફ ૯૮ વર્ષની જૈફ વયે નિધન પામ્યા છે મોટી ઉંમર છંતા તેઓ સામાજિક સેવામાં પ્રવૃત્ત હતા. મૂળ કચ્છી ભાટીયા પરિવારના કાંતિસેન સોર્ફ ભાવનગર રહ્યા બાદ કચ્છને પોતાની સેવાભુમિ બનાવી હતી કાંતિસેન ‘કાકા’ એ પોતાના દિવંગત ધર્મપત્ની ચંદાબેન શ્રોફ સાથે મળીને વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શ્રુજન, એલએલડીસી જેવી સંસ્થાઓ સ્થાપી હતી. જેના માધ્યમથી કચ્છના અન્ય દાતાઓ અને ગ્રામજનોને જોડી લોકભાગીદારી સાથે કચ્છના ગ્રામવિકાસના ઉત્થાનના સંકલ્પથી જળસંગ્રહ, ખેતી, પશુપાલન, હસ્તકલા સહિતના ક્ષેત્રે સ્વરોજગારીના લોકઉપયોગી કાર્યો કર્યા હતા. કચ્છની કાયાપલટ કરવામાં તેમની સંસ્થાનુ પણ યોગદાન રહ્યુ છે. દાનવીર સાથે કર્મશીલ શ્રેષ્ઠી મુરબ્બી કાંતિસેન શ્રોફના નિધનથી કચ્છમાં શોક ફેલાયો છે. કચ્છની હસ્તકળા સહિતની કળાને જીવત રાખવા સાથે તેને વિશ્ર્વકક્ષાએ લઇ જવામાં તેઓએ અનેક કાર્યો કર્યા છે. દેશના નામાકિંત કલાકારો તેમની સંસ્થાની મુલાકાતે આવી ચુક્યા છે. ગ્રામ્યકક્ષાએ કચ્છની ક્ષમતા મુજબ લોકો આત્મનિર્ભર બને તે માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યા હતા. કચ્છમાં તેમના નિધનથી કચ્છ એ એક સારા માર્ગદર્શક ગુમાવ્યા છે. જો કે તેમણે કચ્છમાં કરેલા કામોને લઇ તેઓને લોકો હમેંશા યાદ રાખશે. નવસર્જન તેમનો જીવનમંત્ર હતો અને તેથીજ મોટી ઉંમરે તેઓ પ્રવૃત રહેવા માટે ચિત્ર બનાવવાનુ શરૂ કર્યુ હતુ. અને તેનુ સફળ પ્રદર્શન પણ તેઓ કરી શક્યા હતા.