Home Social આમીરખાનના છુટેછાડેને લઇ કચ્છના મહંતે કેમ આમીરની ફિલ્મ ન જોવા અપિલ કરી?...

આમીરખાનના છુટેછાડેને લઇ કચ્છના મહંતે કેમ આમીરની ફિલ્મ ન જોવા અપિલ કરી? જુવો વિડીયો

3510
SHARE
આમતો ફિલ્મી ક્ષેત્રે કોઇ ઘટના બને તો સીધી રીતે ભલે કચ્છમાં તેની અસર ન હોય પરંતુ આમીરખાનનુ નામ આવે એટલે દરેક કચ્છીના કામ સરવા થઇ જાય કેમકે લગામ જેવી ઐતિહાસીક ફિલ્મના સાક્ષી બનવા સાથે કચ્છમા આમીરખાને ધણો સમય વિતાવ્યો છે જો કે તેને ધણા વર્ષો થઇ ગયા પરંતુ આજે પણ લોકો તેને યાદ કરે છે. જો કે ગુજરાતમાં લવ જેહાદના કાયદાની ચર્ચા અને દેશમાં ધર્માન્તરણના સામે આવેલા કિસ્સા વચ્ચે આમીર ખાને કિરણ રાવ સાથે લગ્નના 15 વર્ષ છુટાછેડા લીધા છે. આજે બન્નેએ સ્યુક્ત રીતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરંતુ કચ્છના મંહતે એક ચર્ચાસ્પદ વીડીયો જાહેર કરી આમીરખાનની ફિલ્મ ન જોવા લોકોને અપિલ કરી છે. આજે વાગડના એકલધામ મંદિરના મંહત યોગી દેવનાથ બાપુએ એક વિડીયો જારી કર્યો છે. જેમાં આમીરખાને બીજી વાર હિન્દુ યુવતી સાથે લગ્ન કરી તેને છુટાછેડા આપ્યા છે. અને હજી ત્રીજી વાર આવુ કરે તો નવાઇ નહી જેથી આમીરખાનની ફિલ્મનો બોયકોટ કરવો જોઇએ તો વડી આમીરખાનના કાર્યક્રમ સત્યમેવ જયતેમાં હિન્દુ રીવાજોને કુનીતી ગણાવવા વાડા આમીરની મંહત દેવનાથી બાપુએ ટીકા કરી છે. દેવનાથ બાપુએ છેલ્લે દરેક હિન્દુઓને વિનંતી કરી છે. કે આમીરખાનની ફિલ્મનો બોયકોટ કરવામાં આવે આમતો કિરન રાવએ પણ આમીરખાન સાથે છુટાછેડાને લઇ પ્રતિક્રીયા આપી છે. પરંતુ કચ્છના મહંતનો વિડીયો આ મુદ્દે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જુવો વિડીયોમાં શુ કહ્યુ મંહતે