Home Current શુ ચીફ ઓફીસરે માફી માંગી ? અંતે ભુજ પાલિકાનો એ વિવાદ ઉકેલાઇ...

શુ ચીફ ઓફીસરે માફી માંગી ? અંતે ભુજ પાલિકાનો એ વિવાદ ઉકેલાઇ ગયો…

1182
SHARE
ભુજ નગરપાલીકામા ચીફ ઓફીસર અને કાઉન્સીલર વચ્ચે રજુઆત બાદ ધક્કાધુમી સુધી પહોચેલો મામલો થોડી કલાકોમાંજ ઉકેલાઈ ગયો છે એક સમયે ચીફ ઓફીસર માફી ન માંગે ત્યા સુધી તેની કાર પાસે જ પાલિકા કચેરી બહાર કાઉન્સીલર અને ભુજ પાલિકાના જવાબદાર પદ્દાધીકારીએ સમર્થન સાથે મોરચો માંડયો હતો જો કે બાદમા હાઇકમાન્ડ સુધી મામલો પહોચ્યા બાદ તેનો સુખદ અંત આવ્યો હતો કહેવાય એવુ છે કે ચિફ ઓફિસરે બંધ બારણે માફી માંગી લેતા વિવાદ ઉકેલાયો હતો જો કે મામલો પતી ગયા બાદ કોઇ મગનુ નામ મરી પાડવા તૈયાર નથી આ માફી માંગવા અંગે ચીફ ઓફીસરનો સંપર્ક કરતા તેઓએ ફોન સ્વિચ ઓફ કરી નાંખ્યો હતો બીજી તરફ માફી માંગવા અંગે પાલિકાના કોઇ કાઉન્સીલરે સમર્થન આપવાનુ ટાળ્યુ હતુ तेरी भी चुप मेरी भी चुप રાખી આખો વિવાદ પાર્ટી નુ ખરાબ ન દેખાય તે માટે સંકેલી લેવાયો હતો જો કે માફીનો મામલો આગામી દિવસમા અંદરખાને ચોક્કસ ઠરેલા અગ્નિ જેવો રહેશે જો કે આખા મુદ્દો બંધ બારણે ઉકેલાઇ જતા ચીફ ઓફીસરે માફી માંગી કે કાઉન્સીલરો પાર્ટીના આદેશથી પાણીમા બેસી ગયા તે અંગે સૌ કોઇ મૌન છે જો કે કારોબારી ચેરમેન એ મિડીયા સમક્ષ કાઉન્સીલરોની માંગ મુજબ મામલો ઉકેલાઇ ગયો તેવી ગોળ ગોળ વાત કરી હતી..
સમગ્ર બનાવ આમ બન્યો હતો 
આ પહેલા શહેરના કેટલાક વિસ્તારોમા નાના ધંધાર્થી સામે હટાવવાની કામગીરી દિવાળી બાદ કરવામા આવે તે મામલે આખો વિવાદ શરૂ થયો હતો જે બાદ મામલો બીચકતા ખુદ સાશક પક્ષના 15 જેટલા કાઉન્સલીરોએ નગરપાલિકા બહાર મોર્ચો ખોલ્યો હતો અને ચીફ ઓફીસર માફી ન માંગે ત્યા સુધી વિરોધની ચીમકી ઉચ્ચારી કચેરી બહારજ મોરચો માંડયો હતો બનાવ પાલિકાના પુર્વ પ્રમુખ બાપાલાલ જાડેજાના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજા સાથે રજુઆત સમયે બન્યો હતો જો કે રજુઆત ઉગ્ર બની હતી અને કાઉન્સીલરની ફરીયાદ મુજબ ચીફ ઓફીસર દ્રારા કાઉન્સીલર દિવ્યરાજની રજુઆત ન સાંભળી ધક્કો મરાયો હતો જે મામલે તમામ કાઉન્સીલરો એક થઇ ચીફ ઓફીસર માફી માંગે તેવી અડગ ચીમકી ઉચ્ચારી હતી જ
મામલો તો શાંત થઇ ગયો પરંતુ શુ કાઉન્સીલરોની માફી માંગવાની ચીમકી અડગ રહી કે પછી ચીફ ઓફીસર સામે પાર્ટીના આદેશથી કાઉન્સીલરો પાણીમા બેસી ગયા? તે ચોક્કસ સામે આવ્યુ નહી…કેમકે વિવાદ વધતા હવે કોઇ કાઇ બોલવા તૈયાર નથી જો કે જો ચીફ ઓફીસરે માફી માંગી હશે તો પણ આગામી દિવસોમા અહમની લડાઇમા આ મામલો વધુ પેચીદો અંદરખાને ચોક્કસ બનશે તો શહેરમા ચર્ચા એવી પણ છે કે જ્યા ચુંટાયેલા પ્રતિનીધીઓની રજુઆત પણ સંભળાતી નથી ત્યા પ્રજાની વાત કોણ સાંભળશે….શહેરના હીતમા મામલો ઉકેલાઇ ગયો તે બાબત આવકારદાયક છે પણ હવે તેની અંદરખાને પ્રતિક્રિયા શુ આવશે તે જોવુ રહ્યુ..