ધ્રુમપાનથી કેન્સર તથા અન્ય બિમારીથી દેશમા લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે. છંતા પણ વ્યસનના આ ચક્રમાંથી લોકો બહાર આવી રહ્યા નથી જો કે માત્ર ધ્રુમપાનથી બિમાર પડીને મૃત્યુ થાય તે જરૂરી નથી આ વ્યસન અન્ય રીતે પણ મોતમ માટે નિમીત બની શકે છે. કચ્છમાં આવા જ બે કિસ્સાઓ સામે આવ્યા છે જે સાંભળી તમે ચોંકી જશો કેમકે બીડી-સિગરેટ તેમાં મોત માટે નિમીત બન્યા છે વાત છે મુન્દ્રા અને ભુજ તાલુકાના કોટડા-સણોસરા માર્ગનો જાણીએ વિગત
બીડીતો તણખો મોત સુધી લઇ ગયો
પહેલા કિસ્સાની વાત કરીએ તો મુળ ગાંધીધામના મહેશ્ર્વરી નગરમાં રહેતા ભોગ બનનાર નવીન કાનજી મહેશ્ર્વરી ઉં.34 કોટડા સણોસરા રોડ પર ગાડીમાંથી પેટ્રોલી કાઢી રહ્યા હતા ત્યારેજ બીડી નો તણખો પડતા આગ લાગી હતી અને જેમાં તેઓ કમરથી ઉપરના ભાગે ગંભીર રીતે દાઝી ગચા હતા ભોગ બનનારને સ્થાનીક હોસ્પિટલ અને ત્યાર બાદ ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા પરંતુ ત્યા સારવાર દરમ્યાન તેનુ મોત થયુ છે. બનાવ સદંર્ભે પધ્ધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ બીડીનો તણખો યુવાન નવીન કાનજી મહેશ્ર્વરીના મોત માટે નિમીત બન્યુ હતુ બનાવ સંદર્ભે પધ્ધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 10 તારીખે કાનજી મૃત્યુ પામ્યા બાદ ગઇકાલે આ સંદર્ભે ગુન્હો નોંધાયો છે.
મુન્દ્રામાં આગથી એકનુ મોત
બીજા બનાવના મુળમાં ધ્રુમપાન થી આગ લાગી અને તેમાં પણ એક યુવાન મોતને ભેટ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો સામાધોધા પંકજ કોલોનીમાં રહેતા દિનેશકુમાર સુંદરલાલ રાવત ઉં.23 મુળ રહે મધ્યપ્રદેશનુ દાઝી જવાથી મોત થયુ છે. મૃત્યુ પામનાર યુવાન સીગરેટ પીવા માટે પોતાના રૂમની બાજુમાં ગયો હતો જ્યા બાજુના રૂમમાં ગેસ લીકેજ હોઇ આગ લાગી હતી અને જેમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તે મોતને ભેટ્યો હતો અકસ્માત મોતનો ગુન્હો નોંધી મુન્દ્રા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રુમપાનથી થતા નુકશાન અંગે સરકારના ભરપુર જાગૃતિ પ્રયાસ છંતા તેનુ ચલણ પણ વધી રહ્યુ છે સાથે તેનાથી ગંભીર બિમારીથી મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે. જો કે માત્ર બીમાર પડીને નહી પરંતુ વ્યસનથી આવા અકસ્માત પણ સર્જાઇ રહ્યા છે. જે જીવલેણ સાબિત થઇ રહ્યા છે. ત્યારે જવ્લનશિલ પ્રદાર્થોથી આવા વ્યસનને દુર રાખવુ જોઇએ તે માટે આ બે બનાવો લાલબત્તી સમાન કિસ્સા છે. જો કે અગાઉ પણ કચ્છમાં બીડી-સિગરેટથી આગ લાગવાથી મોતના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.