અગાઉના વર્ષની તુલનામાં 2023-24 માં વાર્ષિક ટર્ન ઓવરમાં 20% નો વધારો તેમજ દૂધ સંપાદનમાં 15% નો વધારો.પ્રથમ વખત ૪ આંકડા માં નોંધાયું ટર્નઓવર નોંધાયુ.
કચ્છ જિલ્લાની પશુપાલકોની જીવાદોરી અને નિયમિત આવકનો પર્યાય બની ચૂકેલ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા શ્રી કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા વર્ષ 2022-23 ની તુલનામાં વર્ષ 2023-24 ના ટર્ન ઓવરમાં 20% નો વધારો થયો છે. તેમજ દૂધ સંપાદનમાં ગત વર્ષની તુલનામાં 15% નો વધારો થયો છે. વિગતે વાત કરીએ તો વર્ષ 2022-2,વર્ષ 2023-24 વાર્ષિક ઊથલો 914.26 કરોડ 1100 કરોડ થયો છે. જેમાં દૈનિક દૂધ સંપાદન 3,84,319 લિ. જ્યારે 23-24 માં 4, 42,901 લિ. / દિન નોંધાયુ છે. સરહદ ડેરી દ્વારા વર્ષ 2022-23 ના નાણાકીય વર્ષમાં દૈનિક 3,84,319 લી. પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર 914.26 કરોડ થયેલ હતું જે વર્ષ 2023-24 માં દૈનિક 4,42,901 લિટર દૂધ અને 1100 કરોડ (પ્રો) રૂપિયા નું વાર્ષિક ઊથલો નોંધવેલ છે. જે ગત નાણાકીય વર્ષ ની તુલનામાં ઊથલામાં 20% નો વધારો તેમજ દૂધ સંપાદનમાં 15% નો વધારો દર્શાવે છે. આ પ્રકારે વિક્રમજનક ઐતિહાસિક ટર્નઑવર નોંધાયું છે જે કચ્છ ના પશુપાલકો માટે નવો જ કીર્તિમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઊંટડી ના દૂધ માં પણ ચાલુ વર્ષે ૨૪% નો દૂધ ઉત્પાદન માં વધારો નોંધાયો છે. જે પુરવાર કરે છે કે ઊંટપાલકો ના જીવનધોરણ નું ઊંચું લઈ જવામાં સરહદ ડેરી મહત્વ નો ભાગ ભજવી રહી છે. જેમાં વર્ષ 2022-2,વર્ષ 2023-24 દૈનિક દૂધ સંપાદન 3,822 થી 4740 લિટરે પહોચ્યુ છે. આ બાબતે GCMMF (અમુલ ફેડરેશન) ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યુ હતું કે દૂધ સંઘ દ્વારા પશુપાલકોના સાથ અને સહકારથી દૂધ સંઘ દ્વારા સિધ્ધી હાંસલ કરેલ છે અને ચાલુ વર્ષે ગુજરાત તથા કેન્દ્ર સરકાર ના સહયોગ થી કચ્છ જીલ્લા માં છેવાડા સુધી નર્મદા ના નીર આવ્યે થી પિયત નો લાભ ખેડૂતો તથા પશુપાલકો ને મળતા આગામી વર્ષ માં દૂધ સંઘ દ્વારા 1350 કરોડના વાર્ષિક ઊથલાનો લક્ષ્ય રાખી અને આગળ વધવા જણાવ્યુ છે. દૂધ સંઘ દ્વારા વખતો વખત પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતાર્થે વિવિધ નિર્ણયો લેવામાં આવે છે. હાલમાં દૂધ સંઘ દ્વારા ચાંદરાણી ખાતે નવા આઇસ્ક્રીમ પ્લાન્ટ કે જેની દૈનિક કેપેસિટી ૭૦ હજાર લિટર છે કે જેનું તાજેતર માં GCMMF ની સુવર્ણજયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ જેનાથી રોજગારી ના નવા દ્વાર ખૂલ્યા છે. આ વિક્રમજનક ઐતિહાસિક ટર્નઓવર માટે વલમજી હુંબલે તમામ પશુપાલકો, મંડળી સંચાલકો, ડાયરેક્ટરો, સાંસદસભ્ય વિનોદ ચાવડા, તમામ ધારાસભ્યો, સંગઠન ના પદાધિકારીઓ, અમૂલ ફેડરેશન, કર્મચારીઓ, અધિકારીઓ, ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર નો આભાર માન્યો હતો અને ભવિષ્ય માં આવો જ વિકાસરૂપી સહકાર મળતો રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો