Home Current ભુજ હોમગાર્ડ કચેરી માંથી રાજાશાહી સમયનો ખજાનો નીકળ્યો !

ભુજ હોમગાર્ડ કચેરી માંથી રાજાશાહી સમયનો ખજાનો નીકળ્યો !

1814
SHARE
ગઇકાલે હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જુનો પટારો હતો તેની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણીક ચાંદીની વસ્તુઓ મળી આવી હતી. જે સંલ્ગન તંત્ર દ્રારા તંત્ર ને પેટારો સોંપવામાં આવ્યો.કદાચ જવાબદાર તંત્રતો આ ભુલી જ ગયુ હતુ.
જુની મામલતદાર કચેરી અને તાજેતરમાંજ જ્યા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને ચેમ્બર ફાળવાઇ છે. ત્યાથી કિંમતી કહી શકાય તેવો રાજશાહી સમયના ચાંદીના આભુષણો તથા અન્ય એન્ટીક વસ્તુઓ મળી આવી છે. હોમગાર્ડ કમાન્ડન્ટ મનિષ બારોટના ધ્યાનમા આ વાત આવતા તેઓએ અહી પહેલા જુની મામલતદાર કચેરી કાર્યરત હોય તેમની વસ્તુ હોવાના અનુમાન સાથે પ્રાન્ત અધિકારી અનિલ જાદવ ને જાણ કરી હતી. જે બાદ તેને સંલગ્ન તંત્ર ત્યા દોડી આવ્યા હતા. ઓફિસમાં રાખેલ જુના જમાના ના પટારા ની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી. જુની ટંકશાળ તરીકે ઓળખાતી આ જગ્યા પર ભુકંપ બાદ મામલતદાર કચેરી કાર્યરત હતી. પ્રાન્ત અધિકારીએ તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજી પાયણ સહિતના સ્ટાફને મોકલ્યા હતા અને ત્યાં તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર દ્વારા જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યુ તે બાદ સમગ્ર કચેરીને સીલ કરવામાં આવી હતી ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ સાથે જિલ્લા કચેરીના જુનિયર ક્લાર્ક શીવા રબારી,અમરસિંહ.એલ.તુંવર, ભુજ યુનિટના ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી હોમગાર્ડ સહિતનો સ્ટાફ જોડાયો હતો જિલ્લા કમાન્ડટની સમય સુચકતા અને જાગૃતિને કારણે વર્ષોથી પડેલ આ કિંમતી માલ સામાન મળી આવ્યો હતો જે ગુરૂવારે સંલગ્ન તંત્રને સોંપવામાં આવ્યો હતો.
તંત્ર શુ આ કિંમતી વસ્તુ ભુલી ગઇ હતી ?
અહી હોમગાર્ડના અધિકારીની સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી હતી.પરંતુ અહી સ્થાનીક તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે કેમકે રાજાશાહી વખતની એન્ટીક વસ્તુઓનો આખો પટારો અહી પડ્યો હતો પરંતુ તંત્રને શુ ખબર ન હતી જો કે તંત્રનુ ધ્યાન દોરાયા બાદ તંત્ર દોડતુ થયુ હતુ. હાથીની પ્રતિમા,હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ અહી પડી હતી પરંતુ કોઇ તંત્રનુ ધ્યાન જ ન હતુ જો કે બાદમાં તંત્રએ સીલ કરી તમામ મુદ્દામાલનુ પંચનામુ કરી તમામ વસ્તુઓ હસ્તગત કરી અને સલામત રાખી હતી. ભુકંપ સમયે કોઇ સ્થળેથી આ વસ્તુઓ મળ્યા બાદ સરકારમાં જમા કરાવાઇ હતી પરંતુ તંત્રતો તેને ભુલીજ ગયુ હતુ જે અનેક સવાલો ઉભા કરે છે.
SHARE
Previous article27-JUn-2024
Next article29-Jun-2024