સરહદી જીલ્લા કચ્છમાં ડ્રગ્સનો આટલો જથ્થો ઝડપાય છે. એટીએસ ગુપ્ત ઓપરેશન કરે છે. પોલીસ લાઇનમાંજ થયેલી ચોરીના જેવા ધણા ચકચારી કેસના ભેદ હજુ ઉકેલાયા નથી.આવા સંવેદનશીલ મથકમાં લાંબા સમયથી સરકાર એક એસ.પીની નિમણુંક કરી શકી નથી.કચ્છમાં લાંબા સમયથી આ મુદ્દો ચર્ચામાં છે તે વચ્ચે કચ્છના કોઇ ધારાસભ્ય-સાંસદને આ ન સાંભળ્યુ પણ વાસણભાઇએ પત્ર લખી ગંભીરતા સમજાવતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો…
કચ્છ જીલ્લો અતિ સંવેદનશીલ બોર્ડર એરીયામાં સામેલ છે. અને તેની ગંભીરતા વારંવાર ખુદ રાજ્ય સરકાર સ્વીકારે છે. જો કે નવાઇ વચ્ચે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ કચ્છમાં ફરજ બજાવતા એસ.પી મહેન્દ્ર બગડીયાની રાજકોટમા બદલી કરાયા બાદ પચ્છિમ કચ્છમાં લાંબા સમયથી ઇન્ચાર્જ એસ.પી કાર્યભાર સંભાળી રહ્યા છે. આમતો લોકો અને નિષ્ણાંતોમાં લાંબા સમયથી આ વાતનો ગણગણાટ હતો. કચ્છમાં ચુંટાયેલા સભ્યો આ અંગે રજુઆત કરવામાં કાચા પડે છે તે વાતની પણ ચર્ચા હતી ત્યારે કચ્છના સાંસદ-ધારાસભ્યોને યાદ ન આવ્યુ તે કચ્છના પુર્વ મંત્રી વાસણ આહિરે સરકારને યાદ અપાવ્યુ વાસણ આહિરે પત્ર લખી કચ્છની સંવેદનશીલ બોર્ડરનો ચિતાર આપ્યો છે. સાથે ભવિષ્યની ધટનાઓને ધ્યાને રાખી તાત્કાલીક કચ્છમાં એસ.પીની નિમણુંક કરવામાં આવે તેવી માંગ કરી છે. 26 તારીખે આ પત્ર પુર્વ મંત્રીએ મુખ્યમંત્રીને સંબોધી રજુઆત સ્વરૂપે લખ્યો છે.કદાચ મૌખીક રજુઆત કચ્છના ચુંટાયેલા સભ્યોએ કરી પણ હોઇ શકે પરંતુ અત્યાર સુધી તેનો પડધો પડ્યો નથી તે વાસ્તવિકતા છે.ખરેખરતો સરકારમાં આવી ગંભીર બાબતની રજુઆત કરવાની હિંમત કચ્છના નેતાઓએ કરી હોય તો તે જાહેર કરવાની જરૂર છે. એટલે લોકોને પણ થાય કે કચ્છના નેતાઓનુ ગાંધીનગરમા બોલી શકે છે.
વાસણ આહિરના પત્રના શબ્દો….
મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં જણાવ્યુ છે. કે જયભારત સાથે જણાવવાનું કે,અતિ સંવેદનશિલ પશ્ચિમ કચ્છના એસ.પી.ની ખાલી જગ્યા ઘણાં લાંબા સમયથી ખાલી પડેલ છે, બોર્ડર પરના અતિ સંવેદનશિલ જીલ્લામાં મહત્વની એવી એસ.પી. ની જગ્યા ખાલી હોઈ દેશની સુરક્ષાને ધ્યાને લઈને સત્વરે આ જગ્યા ભરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.લાંબી બોર્ડર લાઈન તેમજ ખુબ જ વિશાળ દરિયાઈ કાંઠો ધરાવતા અતિ સંવેદનશીલ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા દેશની સુરક્ષાને લગતી કોઈ જ ચુક ન રહી જાય તથા ભુતકાળમાં ધુસણખોરી જેવા બનેલા અનેક બનાવોને ધ્યાને લઈ સદર રજુઆત મુજબ વહેલીતકે આ જગ્યા ભરી આભારી કરશોજી.
વિકાસની વાતો વચ્ચે એ નરી વાસ્તવિકતા છે કે સંવેદનશીલ વિસ્તાર એવા પચ્છિમ કચ્છમાં લાંબા સમયથી એસ.પી જેવી મહત્વની જગ્યાએ ભરતી કરાઇ નથી. કદાચ વહીવટી કામોમા તેની અસર નહી પડતી હોય પરંતુ પોલીસના મોરલ અને સામાન્ય માણસોના જનમાનસ પર તેની અસર ચોક્કસ પડે છે.