ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં કોમી એકતાની મિશાલ સમાન અનેક કિસ્સાઓ છે. પરંતુ તે વચ્ચે કેટલાક શખ્સો દ્રારા શાંતિ ડોહળવા માટે પ્રયત્નો પણ થાય છે. તાજેતરની સુરતની ધટના પછી કોટડા(ઝ) માં પણ આવો શાંતિ ડોહળવા માટે ગણેશ મુર્તિમાં તોડફોડ સાથે ધાર્મીક સ્થળ પર અન્ય ધર્મની ધજા ફરકાવાનો મામલો ચર્ચામા આવ્યો હતો જેમાં પોલીસે મૌલાન સહિત 4 વ્યક્તિની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ છે.
કચ્છ કોમી એકતાના પ્રતિક સાથે ખુબજ સંવેદનશીલ જીલ્લા પૈકીનો એક છે તેવામાં સુરતમાં જે રીતે ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકી શાંતિ ડોહળવા માટે પ્રયત્ન થયો તેવીજ ધટનાને કચ્છમાં અંજામ આપવાનો મનસુબો કેટલાક શખ્સોનો હતો. જો કે ગામે શાંતિપુર્ણ રીત પોલીસ ફરીયાદ સાથે આવા તત્વો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી બરાબરનો બોધપાઠ આપ્યો છે. નખત્રાણાના કોટડા(ઝ) ગામે બે દિવસ પહેલા એક ધાર્મીક સ્થળની આસપાસ સ્થાપીત કરાયેલા ગણેશ મુર્તિ પર પથ્થર ફેંકી તેને ખંડીત કરવામાં આવી હતી અને એટલુજ નહી પરંતુ ગામમાં આવેલા અન્ય એક ધાર્મીક સ્થળ પર લીલી ધજા પણ રાખી દેવાઇ હતી. જે મામલે સ્થાનીકોએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે 8 સામે ફરીયાદ નોંધી તપાસ આરંભી હતી જેમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.
સગીરોને પથ્થર આપનાર કોણ?
જે રીતે સુરતમાં પથ્થરબાજી બાદ લોકોમાં નારાજગી અને ત્યાર બાદ માહોલ સર્જાયો હતો તેને લઇને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી રાજ્યના ગૃહમંત્રીએ આ ધટનાને વખોડી આવી પ્રવૃતિ સામે કડક કાર્યવાહીની વાત કરી હતી જો કે તે વચ્ચે કચ્છમાં પણ આવીજ ધટનાને અંજામ અપાયો હતો જેમાં 4 મોટા સાથે અન્ય ચાર સગીરોની પણ સંડોવણી આ મામલે સામે આવી છે.જેમણે પથ્થરો ફેંકવામાં ભુમીકા ભજવી હતી જો કે ફરીયાદ બાદ પોલીસે સગીરો સાથે મૌલાના સહિત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.પોલીસે મૌલાના ગુલામ હુસેન જાફર,આરીફ સુમરા પઢીયાર,સાહીલ રમઝાન મંધરા,તથા હનીફ મંધરાની ધરપકડ કરી તેને બરાબરનો કાયદાનો સબક શીખડાવ્યો હતો. શાંતિ ભંગ કરવાના મલિન ઇરાદા મામલે પોલીસે વિવિધ કલમો સાથે કાવત્રુ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. હાલ મૌલાનાની ભુમીકા અંગે તપાસ સાથે અન્ય આરોપીની શુ ભુમીકા છે તેની ઉંડી તપાસ કરશે
ગામમાં અંજપા ભરી શાંતિ,ચુસ્ત બંદોબસ્ત
અગાઉ પણ ગામમાં આવા બનાવોને કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસે તકેદારી રાખી છે. મુસ્લિમ સમાજના આ તોફાની તત્વો દ્રારા જે રીતે અરાજકતા ઉભી કરવા માટે આ પથ્થરો ફેંકી મુર્તિ ખંડીત કરવા સહિતની પ્રવૃતિ કરાઇ હતી જેને લઇને ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભલે પોલીસે અત્યાર સુધી સાત જેટલી ધરપકડ કરી હોય પરંતુ હજુ પણ ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટો પોલીસ કાફલો ત્યા ખડકી દેવાયો છે. પચ્છિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસવડાએ સમગ્ર મામલે લોકોને શાંતિ જાળવવા માટે અપિલ કરવા સાથે કાર્યવાહી અંગેની વિગતો આપી હતી અને આવી પ્રવૃતિ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. હાલ ગામમાં મહિલા-પુરૂષ પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો છે. જેથી ભુતકાળની જેમ ધટના મોટુ સ્વરૂપ ધારણ ન કરે..અને શાંતિ જળવાઇ રહે..
મુસ્લિમ સમાજના આ તોફાની તત્વો કે જેમા મૌલાન પણ સામેલ છે. તેના દ્રારા કરાયેલી આ પ્રવૃતિ સંવેદનશીલ કચ્છ માટે ચિંતાજનક છે.તો અન્યની ભુમીકા કાયદો વ્યવસ્થાની સ્થિતી જોખમમાં મુકવા સાથે શાંતિ ડોહળવાના પ્રયત્નની બાબત ગંભીર છે. હાલ આ મામલે અત્યાર સુધી ધટનાને વખોડતી કોઇ મુસ્લિમ અગ્રણીની પ્રતિક્રિયા સામે આવી નથી.પરંતુ પોલીસે તમામને કાયદાનો બરાબરનો પરચો આપી. ગામમાં શાંતિ જાળવી રાખી ઉંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે.જે બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. પોલીસે તમામને શાંતિ જાળવવા માટે અપિલ કરી ખોટા સંદેશાથી દુર રહેવા લોકોને કહ્યુ છે.