મુન્દ્રામાં છેલ્લા બે દિવસથી નડતરરૂપ દબાણો હટાવવાની અને આજે તોડવાની કામગીરીનો પ્રારંભ થયો હતો દરમ્યાન અનેક દબાણો તોડ્યા બાદ ન્યુ મુન્દ્રા ડાંક બંગલા નજીક 8 દુકાનોના દબાણ સમયે બુલડોઝર અટકી જતા ભાજપનાજ આગેવાનો તે તોડવાની માંગ સાથે વિરોધમાં ઉતરી ગયા હતા. જેને પગલે દોઢ કલાક સુધી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી સાથે ભારે માહોલ ગરમાયો હતો જો કે પોલીસ-તંત્રના ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.
કચ્છમાં પાલિકા વિસ્તારમાં નળતરરૂપ દબાણો દુર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે ભુજ બાદ મુન્દ્રામાં 150 થી 200 જેટલાં કાચા પાકા દબાણો દૂર કરવા સ્થાનિક પ્રશાસન દ્વારા શુક્રવારે કામગીરી કરાઈ હતી ગૂરૂવારે રેકડી જેવા દબાણો હટાવ્યા બાદ શુક્રવારે સવારથી ડાક બંગલા થી લઇ ન્યુ મુન્દ્રા સુધી કાચા પાકા નાના મોટા દબાણો દૂર કરવાનો પ્રારંભ કરાયો હતો. જે કામગીરીમાં મુન્દ્રા મામલતદાર કલ્પના બેન, સુધરાઈ પ્રમુખ રચના જોશી,સીટી સર્વેના વી. કે. પટેલ, તેમજ આરએન્ડબી નો સ્ટાફ તેમજ મુન્દ્રા પોલીસ મથકનો કાફલો જોડાયો હતો અને કેવડી નદી ન્યુ મુન્દ્રા સુધી સ્થાનિક પ્રશાસનનુ બુલડોઝર દબાણો પર ફરી વળ્યુ હતુ અહી ઉભા કરી દેવાયેલા ઓટો ગેરેજ, ચાની કેબીન, શાકભાજી, તેમજ 30 થી 40પાકી કેબીનો પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. જો કે દબાણ હટાવ કામગીરીને કારણે આ વિસ્તાર ના ધંધાર્થીઓ એ વિરોધના સુરમાં જણાવ્યું હતુ કે ટૂંકા સમયમાં સ્થાનિક પ્રશાસન એ નોટિસ પાઠવી છે. જેને લઇને તેમની રોજરોટી પર અસર થશે. સાથે વૈકલ્પીક વ્યવસ્થાનો સમય ન મળતા નારજગી સાથે આર્થીક નુકશાન અંગેનો પણ દાવો કર્યો હતો જો કે મુન્દ્રા સુધરાઈના પ્રમુખ રચના જોશી એ જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ મુન્દ્રા પ્રાંત કચેરી, સુધરાઈ, સીટી સર્વે, આર એન્ડ બી,સહીતની ટીમ આ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યુ છે. ને ગેરકાયદેસર દબાણો દૂર કરવાનુ શરૂ કરાયુ છે.તો કોગ્રેસે નાના ધંધાર્થીઓ પર કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
અચાનક ભાજપ રામધુન સાથે રસ્તા પર ઉતર્યુ
જો કે દબાણ હટાવ દરમ્યાન ભારે ગરમાગરમી ત્યારે સર્જાઇ જ્યારે ચોક્કસ જગ્યાએ દબાણ હટાવ કામગીરી દરમ્યાન તંત્રનુ બુલડોઝર અટકી ગયુ સ્થાનીક ભાજપના આગેવાનો તથા નગરપાલિકાના ચુંટાયેલા પુર્વ-વર્તમાન સભ્યો તેના વિરોધમાં મેદાને ઉતરી પડ્યા હતા આજ વિસ્તારમાં આવેલા 8 દુકાનો પર બુલડોઝર ફેરવવાનો તંત્રએ ઇન્કાર કર્યો હતો કેમકે તેમને નોટીસ બજવણી કરાઇ ન હતી. પરંતુ ભાજપના સભ્યોએ આ દબાણો પણ તોડવા માટેની માંગ સાથે રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને આઠ દુકાનો પણ તોડવાની માંગ કરી વિરોધ પર ઉતરી ગયા હતા. દોઢ કલાક સુધી રામધુન સાથે રસ્તા પર વિરોધને પગલે ભારે ટ્રાફીકજામ સાથે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી વિરોધમાં સુધરાઈના પ્રમુખ રચના જોશી, શહેર ભાજપ પ્રમુખ સંજય ઠકકર, પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, ધમભા ઝાલા,ધ્રુવરાજસિંહ ચુડાસમા, ભુજપુરના માણેક ગઢવી તેમજ સુધરાઈના કાઉન્સિલરો, અને ભાજપના હોદ્દેદારો જોડાયા હતા સતત ટ્રાફિકથી ધમધમતા અને હજારો વાહનો પસાર થાય છે ત્યા વિરોધને પગલે મુશ્કેલી સર્જાઇ હતી
કેમ આ દુકાનોને લઇ વિવાદ થયો?
તંત્રએ શુક્રવારે મુન્દ્રા વિસ્તારમાં આમતો 150 થી વધુ દબાણો દુર કર્યા હતા પરંતુ અહી આવેલી કોમર્શીયલ 8 જેટલી દુકાનો તોડવા સમયે તંત્રએ કામ રોક્યુ હતુ દુકાનના જવાબદારો દ્રારા આ મામલે વાંધો લેવાયો હતો જો કે આજ વાતને લઇને ભાજપે આગેવાનો વિરોધ પણ ઉતરી આવ્યા હતા.એક સમયે તંત્રએ નોટીસ ન આપી હોય દબાણો દુર ન થાય તેમ જણાવ્યુ હતુ જેથી ભાજપના આગેવાનોએ આક્રમકતા સાથે વિવિધ આક્ષેપો સાથે તંત્રને તમામ દબાણો તોડવા માટે માંગ કરી હતી. જો કે તંત્ર શરૂઆતમાં સહમત ન થતા તેનો ભાજપના આગેવાનોએ વિરોધ કરી રસ્તા પર રામધુન બોલાવી હતી. જેને લઇને કલાકો સુધી ટ્રાફીકજામ તથા વાતાવરણ ભારે તંગ થયુ હતુ જો કે ત્યાર બાદ શાંતિપુર્ણ રીતે વાતાચીતના થઇ હતી જે બાદ દુકાનના જવાબદાર વ્યક્તિ,તંત્ર,તથા ભાજપના આગેવાનો,પોલીસે સર્વસમતીથી દબાણો દુર કરવા માટે સહમત થતા મામલો શાંત થયો હતો અંતે ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે એ 8 દુકાનો તોડી પાડવામાં આવી હતી. એક સમયે સોસીયલ મિડીયાની કેટલીક વિવાદીત પોસ્ટને કારણે પણ માહોલ ન ગરમાય તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત રખાયો હતો. આ તમામ બાબતોને લઇને પ્રાન્ત અધિકારીને પુછતા તેઓએ સમય ન હોય માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો તો ભાજપના આગેવાને તમામ દબાણો દુર થાય તેવા સંકલન સાથે કામગીરી શરૂ થઇ પંરતુ કેટલાક દબાણો ન તોડાતા વિવાદ ન થાય તે માટે તંત્ર પાસે માંગ કરાઇ હતી. જે બાદ દબાણો દુર થયા હતા
મુન્દ્રામાં લાંબા સમય બાદ આવી કામગીરી જોવા મળી છે. તેવામાં નડતરરૂપ દબાણો પર આજે બુલડોઝર ફરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જો કે વિવાદ ચોક્કસ દુકાનો ન તોડાતા સર્જાયો હતો. જે તમામ ધટનાક્રમ વચ્ચે શાંતિપુર્ણ રીતે દબાણ હટાવ કામગીરી કરાઇ હતી. જેમાં વિવાદનુ કારણ બનેલા દબાણોનો પણ સમાવેશ થાય છે. જો કે થોડા કલાકો માટે ભારે અફરાતરફરી સર્જાઇ હતી.
ભાજપની રમધુનથી લઇ વિરોધ અને દબાણની કાર્યવાહી સમયના દ્રશ્યો જુવો