રાપરમા રખડતા ઢોરની સમસ્યા અને તેમાં હોમાઇ રહેલી માનવ જીદંગીઓ વચ્ચે હવે રાપરમાં બીન રાજકીય લડતના મંડાણ થાય તો નવાઇ નહી આ અંગે બીન રાજકીય રીતે રાપરમા એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં સામાજીક અને રાજકીય નેતાઓએ પણ ખુલ્લુ સમર્થન આપ્યુ છે.અને સમસ્યા ગંભીર હોતા લોકો મોટી સંખ્યામાં જોડાશે તે પણ નક્કી છે.
રાપર શહેરમા દિવસે-દિવસે આંખલાનો આંતક વધી રહ્યો છે. સોમવારે વધુ એક વ્યક્તિના મોત સાથે મામલો ગંભીર બન્યો છે. જો કે એક મોત બાદ પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી અને ગઇકાલે મંગળવારે પણ રાપર શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા દેના બેંક ચોક ખાતે ત્રણ આંખલા વચ્ચે લડાઇના દ્રશ્યો સર્જાયા હતા.છેલ્લા એક સપ્તાહથી આખલાઓનો જંગ આવા દ્રશ્યો શહેરીજનો માટે સામાન્ય બન્યા છે. અને લોકોમાં રોષ છે કે નગરપાલિકા કોઈ પગલાં લેતી નથી ત્યારે હવે રાપરના સામાન્ય લોકો આ મામલે લડત કરે તો નવાઇ નહી. આવતીકાલે રાપરમાં આમ નાગરીકોના મંચ દ્રારા એક બેઠકનુ રાપર ખાતે આયોજન કરાયુ છે. જેમાં શહેરના પ્રબુધ્ધ નાગરીકો તથા તમામ વેપારી સંસ્થાઓ સહિતને જોડાવા માટે આહવાન કરાયુ છે. જો કે માત્ર સામાજીક નહી પરંતુ રાજકીય નેતાઓએ પણ આ બેઠકને જાહેર સર્મથન આપ્યુ છે જેમાં ભાજપના પુર્વ ધારાસભ્ય પકંજ મહેતા તથા સંતોકબેને પણ પોતાનુ સમર્થન જાહેર કર્યુ છે.
રાપરમાં રખડતા ઢોરએ અનેકના ભોગ લીધા
રાપરમા છેલ્લા એક દાયકામાં અનેક બનાવો એવા બન્યા છે. જેમાં રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકોનો જીવ ગુમાવવા પડ્યા હોય જો કે તે વચ્ચે રાપરના વેપારી અગ્રણીનુ પણ આજ રીતે સોમવારે મૃત્યુ થતા શહેરમાં ભારોભાર સ્થાનીક નગરપાલિકા પ્રસાશન સામે રોષ છે ત્યારે આવતીકાલે જાગૃત નાગરીકોના બીન રાજકીય જુથ દ્રારા રાપરના નાગેશ્વર મંદિરમા એક મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં આગામી સમયમાં લડત સહિત શહેરને રખડતા ઢોરની સમસ્યામાંથી કાયમી મુક્તી માટે મંથન કરાશે શહેરીજનોને આહવાન માટે તૈયાર કરાયેલા સંદેશામા માત્ર ત્રણ મહિનામાં ચાર વ્યક્તિના મોતનો ઉલ્લેખ કરી લોકોને આ બેઠકમાં હાજર રહેવા આહવાન કરાયુ છે. સાંજે પાંચ વાગ્યે આ બેઠક મળશે
ભાજપ-કોગ્રેસના નેતાઓનુ સમર્થન
રાપરમાં નગરપાલિકાની નિષ્ફળતા હવે લોકોને ખટકી રહી છે અગ્રણીના મોત બાદ રોષે ભરાયેલા લોકોના આક્રોષને પામી ગયેલા રાજકીય નેતાઓએ પણ આ બેઠકને સમર્થન આપ્યુ છે. જેમાં કોગ્રેસના પુર્વ ધારાસભ્ય સંતોકબેન અને તેના પતિ બચુ આરેઠીયાએ આ બેઠકને સમર્થન જાહેર કર્યુ છે. સાથે નગરપાલિકા પર નિષ્ફળતાના આરોપ પણ લગાવ્યા છે. તો બીજી તરફ રાપરના ભાજપના પુર્વ ધારાસભ્ય પકંજ મહેતાએ પણ ઓડીયો સ્વરૂપે પોતાની પ્રતિક્રિયા આપી આ મીટીંગને સમર્થન જાહેર કર્યુ છે. સાથે જે નિર્ણય હશે તેમાં સાથે રહેવાની વાત કરી માનવ મૃત્યુની ધટનાને દુખદ ગણઆવી હતી. તો રાપરની વિવિધ સંસ્થા સાથે સૌથી મોટી ચેમ્બર ઓફ કોમર્સે પણ આ મીટીંગમા જોડાવા આહવાન કર્યુ છે.અને પોતાનુ સમર્થન જાહેર કર્યુ હતુ
રાપરમાં આ સમસ્યા આમતો જુની છે. પરંતુ તાજેતરમાં ઉપરા-ઉપરી મોતને કારણે હવે લોકોની ધીરજ ખુટી છે. જો કે બીન રાજકીય આ લડત આવાનારા સમયની યોજનાર નગરપાલિકાની ચુંટણી માટે રાજકીય મુદ્દો ન બની જાય તે માટેની ચર્ચાએ પણ રાપરમાં જોર પકડ્યુ છે. પરંતુ આંકડાઓ દર્શાવે છે. કે કોર્ટના કડક નિર્દેશો છંતા રાપરમાં રખડતા પશુઓ જીવલેણ સાબિત થઇ રહ્યા છે.જો કે નવાઇ વચ્ચે રાપરના વર્તમાન ધારાસભ્યની સમગ્ર મામલો કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી