Home Current આસોમાં અનરાધાર, ભુજમાં દે ધનાધન ૨ ઇંચ વરસાદ થી પાણી-પાણી !

આસોમાં અનરાધાર, ભુજમાં દે ધનાધન ૨ ઇંચ વરસાદ થી પાણી-પાણી !

3369
SHARE
ભુજ માંડવી નખત્રાણા અબડાસા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં ગામડાઓમાં પણ પાણી વહી નીકળ્યા ,ખેડૂતોમાં ચિંતા ! ભુજમાં ૨ ઇંચ નખત્રાણામાં ૧ ઇંચ વરસાદ 
નવરાત્રી દરમિયાન ભલે કચ્છમાં વરસાદી માહોલ જામ્યો ન હોય પરંતુ નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ અચાનક કચ્છમાં વરસાદી માહોલ બન્યો છે ખાસ કરીને આજે રવિવારે અચાનક ભુજ સહિતના તાલુકામાં વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું હતું.આમ તો છેલ્લા ત્રણ દિવસથી કચ્છના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને ઝાપટાં પડી રહ્યાં છે પરંતુ આશો માં જાણે ચોમાસું બેઠું હોય તે રીતે કાળા ડિબાંગ વાદળાં,વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તુટી પડતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું બપોર બાદ અચાનક પલટાયેલા વાતાવરણને કારણે અબડાસાના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ હતી જોતજોતામાં નખત્રાણા ભુજ સહિતના તાલુકા મથક તથા તેના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ખાસ કરીને ભુજ તાલુકાના સુખપર, નારાણપર, ભારાપર, માધાપર, ભૂજોડી, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતા તો ભુજમાં હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું.નખત્રાણા વિસ્તારના થરાવડા, વિથોણ,દેશલપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો કચ્છમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે ખાસ કરીને ભુજ તાલુકાના દેશલપર સહિતના ગામોમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં નુકસાનની ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામે ૪ વાગ્યા થી પડેલા ભારે વરસાદ થી ગામમાંથી જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.આ કમોસમી વરસાદ થી ખેડૂતોમાં દોડાદોડી થઈ હતી આ વરસાદ થી મગફળી અને કપાસ ના પાક ને ભારે નુકસાની વેઠવી પડશે ખેડૂતો નો તૈયાર મગફળી નો પાક વરસાદ થી પલળી ગયો હતો તો દાડમ ના પાક માં લાગેલા ફૂલો આ વરસાદ થી ખરી પડ્યા હતા એવું દેશલપર ના ખેડૂત વિનોદ રામજીયાણી એ જણાવ્યું હતું.ભુજ નજીકના અન્ય વિસ્તારમાં ગામોમાં પણ ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ ગામડામાં પણ સારા વરસાદ બાદ ગામમા ભારે પાણી વહી નીકળ્યાં હતાં