કચ્છના અભ્યારણ વિસ્તારમાં જમીન માફીયા,મીઠાના ગેરકાયદેસર અગરો અને ખનીજ ચોરી બે રોકટોક થઇ રહી છે. અગાઉ લોહિયાળ બનાવો પણ બની ચુક્યા છે. તેવામાં વનતંત્રએ લાલ આંખ કરી ખનીજ ચોરી કરતા વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાપર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ધુડખર અભયારણ વિસ્તારમાં આવે છે. જો કે અભ્યારણ હોવા છંતા અહી ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી છે. અગાઉ અભ્યારણ વિસ્તારમાં અનેક એવા કારસ્તાન સામે આવી ચુક્યા છે.વન તંત્ર,પોલીસ,ખાણ ખનીજ વિભાગની મિલીભગત અને ક્યાક આંખ આડા કાન કરવાની નિતીને કારણે લાખો ટન ખનીજની ચોરી કરવામા આવી રહી હોવાની ફરીયાદો સમયાતરે થાય છે. ખાસ કરીને મોરબીમાં કારખાના તથા મહેસાણા અમદાવાદ, સુરત, પુના, મુંબઈ સહિતના વિવિધ વિસ્તારોમાં દરરોજ ચાઇનાક્લે મોકલવામા આવતુ હોવાની વ્યપાક ફરીયાદો અને આક્ષેપ છે. તે વચ્ચે વન વિભાગે અચાનક કાર્યવાહી કરતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.રાપર ઉત્તર રેન્જ દ્વારા બેલા બીટના વિસ્તારમા આવતા સુકનાવાંઢ અને હનુમાનવાઢના કચ્છ ધુડખર વન્ય પ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાંથી ખનીજ ખોદી ચોરી કરતા બે ડમ્પર, એક જેસીબી, એક ટ્રેક્ટર, લોડર, સહિતના ખનીજ ખોદકામ કરતા વાહનો જપ્ત કરી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાપર ઉત્તર રેન્જના આરએફઓ કે.બી.ભરવાડ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડમ્પર નંબર જીજે12બીઝેડ 4044..જીજે34 ટી 3270..જેસીબી નંબર વગરનું અને ટ્રેકટર લોડર નંબર વગરનુ આ તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત પાંત્રીસ લાખ થાય છે. જેને કબજે કરી બાલાસર પોલીસ મથકે રાખવામા આવ્યો છે આ સાથે આરોપી ડ્રાઈવરોની અટક કરવામા આવી છે જેમાં રબારી પરબત ધારા રહે. હનુમાનવાઢ બેલા,જીર હેતા બન્યાલચંદ ફતેહગઢ,.બ્રહમા યાદવ ઉતર પ્રદેશ, અજય બબેરીયા મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
સ્ટાફની ધટ વચ્ચે ખનીજ ચોરી બેફામ
સ્થાનીક લોકોની માનીએ તો આ વિસ્તારમાં ખનીજ ચોરી બેફામ રીતે થઇ છે. ત્યા બીજી તરફ રાપર ઉતર રેન્જ કચ્છ વન્ય અભયારણ્ય વિસ્તાર છે તથા ખડીર સહિતનો સંપૂર્ણ વન્ય રક્ષિત વિસ્તાર છે આ રેન્જના આરએફઓ ની જગ્યા છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ચાર્જ ના હવાલે છે જેમાં રાપર ઉતર રેન્જના આરએફઓ પાસે એસીએફનો ચાર્જ હતો ત્યારે ભાગ્યે જ રેન્જ વિસ્તારમાં આવેલા તો હવે આરએફઓની પ્રમોશન સાથે બદલી વડોદરા થઈ જતાં ભુજ સાઉથ આરએફઓ ને ચાર્જ સોંપવામાં આવ્યો છે રાપર ઉત્તર રેન્જના અભયારણ્ય વિસ્તારમાંથી દરરોજ હજારો ગાડીઓ ખનીજ ચાયનાકલે માટી તથા પથ્થર ચોરી થઈ રહી હોવાની સ્થાનીક ફરીયાદ છે. તાજેતરમા આ વિસ્તારમાં ખાણખનીજ વિભાગે પણ સપાટો બોલાવ્યો હતો. તો ખનીજ ચોરી સાથે ગેરકાયદસેર જમીન પર કબ્જાની પણ અસંખ્યા ફરીયાદ છે.
પુર્વ કચ્છના આ વિસ્તાર રક્ષીત હોવા છંતા અહી ગેરકાયદેસર શિકારી પ્રવૃતિથી લઇ ખનીજ ચોરી અને જમીન પર કબ્જા સહિતની પ્રવૃતિઓ બેફામ થઇ રહી છે. અગાઉ આવા કિસ્સા આવા વિસ્તારમાંથી ઝડપાઇ ચુક્યા છે. પરંતુ ક્યાક હપ્તાખોરી ક્યાક ઢીલી નીતી ને કારણે આવી પ્રવૃતિઓ સંદતર અટકી નથી તેવામાં વનવિભાગે રક્ષીત વિસ્તારમાં કરાતી ખનીજ ચોરી પર તવાઇ બોલાવતા ફરી એક વાર અભ્યારણ્ય વિસ્તારમાં પણ ગેરકાયદેસર પ્રવૃતિનો વધુ એક પુરાવો મળ્યો છે. જો કે વનવિભાગ આવી કાર્યવાહી સતત કરે તો આવી પ્રવૃતિ અટકે..