Home Current વરસાદથી APMC મા નુકશાન ઠેરઠેર હોર્ડીગ ઝાડ તુટયા : કેરીના પાકને નુકશાન

વરસાદથી APMC મા નુકશાન ઠેરઠેર હોર્ડીગ ઝાડ તુટયા : કેરીના પાકને નુકશાન

1424
SHARE
બુધવારે સમગ્ર કચ્છમા પડેલા ભારે વરસાદ બાદ અંજાર અને ભુજમા APMC મા પડેલ માલને મોટુ નુકશાન ગયુ છે તો અંજાર APMC મા પડેલ માલ પણ વરસાદમાં પલડી ગયો હતો જો કે APMC એ મોટા નુકશાનની શક્યતા નક્કારી છે પરંતુ વરસાદથી ખુલ્લામાં પડેલી અનાજ કઠોળની બોરીઓ પલડી ગયાની વાતના સ્વીકાર વચ્ચે નુકશાનનો અંદાજ મેળવવા પ્રયત્નો શરુ કર્યા છે તો બીજી તરફ શહેરમાં અનેક સ્થળોએ ઝાડ પડી જવાની ધટના બની છે તો શહેરમાં લાગેલ હોર્ડીગ પણ ભારે પવનને પગલે તુટી પડ્યા હતા ઇન્દ્રાબાઇ પાર્ક પાસે હોર્ડીગ તો બસ સ્ટેશન પાસે થાંભલા પડી જવાની ધટના બની હતી તો હોસ્પિટલ રોડ પર જાડ તુટી પડ્યા હતા આમ આજે પડેલો વરસાદ ગરમીમાં ઠંડક સાથે નુકશાનીનો વરસાદ સાબિત થયો હતો

કચ્છની કેશરને નુકશાન

પહેલા વધારે ગરમીથી અને હવે અંજાર અને ભુજમા ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેતીના પાકોમા નુકશાન સાથે કચ્છ ની કેશર કેરીને આ વરસાદથી નુકશાન જશે આ અંગે ખેડુત આગેવાનો સાથે વાત કરતા તેઓએ પવન સાથે પડેલા વરસાદથી કેરીના ઉત્પાદન પર તેની માઠી અસરની વાત કરી નુકશાનીની શક્યતા વ્યક્ત કરી હતી તો દાડમ જેવા બાગયતી પાકમાં પવનથી નુકશાનીની વાત કરી હતી ખાસ કરીને કેરીમા ઉત્પાદન 35 ટકા નબળુ ઉતરશે તેવી શક્યતા છે