કચ્છમાં ફરી એકવાર ચારની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દેવદિવાળીએ પાટણ નજીક આવોજ મોટો ભુકંપનો આંચકો નોંધાયો હતો જેની અનેક વિસ્તારમાં અસર થઇ હતી.
આમતો કચ્છમાં આવા ભુકંપના આંચકાઓ અવારનવાર નોંધાય છે. જો કે આજથી ત્રણ દિવસ પહેલાં ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી હતી. તે વચ્ચે આ આંચકો ગભરાટ અને તપાસ માંગી લે તેવો મામલો છે. અગાઉ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતનાં શહેરોમાં અનુભવાયો હતો, જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા તેવામાં કચ્છની ધરા ફરી વાર ધ્રૂજી ઊઠી હતી. સોમવારે રાત્રે સવાઆઠ વાગ્યની આસપાસ 4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ રાપરથી 26 કિમી દૂર કણખોઈ નજીક નોંધાયું હતુ. વાગડ વિસ્તારના અનેક ગામોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો ઘરના વાસણો ખખડી ઊઠ્યાં હતાં,.કચ્છમાં ભુકંપનો આંચકાઓ સામાન્ય છે. પરંતુ લાંબા સમય બાદ મોટી તિવ્રત્રાનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરની માહિતી પ્રમાણે, સાંજે 8:18 વાગે કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદ ધરાવતો આંચકા લોકોએ અનુભવ્યો હતો અગાઉ પાટણમાં નોંધાયેલા આંચકાની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા. તેવામાં વધુ એક મોટા ભુકંપના કંપનથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
કચ્છમાં અસર દેખાઇ નુકશાની નહી….
રાપરની સાથે ભચાઉના જડસા, આધોઇ,વામકા સહિત અનેક ગામના લોકોએ ભૂકંપના આંચકાનુ અનુભુતી કરી હતી. તો આડેસર, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સુધીના વિસ્તારોમાં અસર વર્તાઇ હતી કચ્છમા અને દેશભરમાં કચ્છમાં આવેલા ભુકંપ પછી અનેક સંસોધન થયા છે. જેમાં કેટલાક નિષ્ણાંતો કચ્છમાં મોટા ભુકંપ આવવાની શક્યતા વ્યક્ત કરી ચુક્યા છે. તો કેટલાક લોકો કચ્છમાં મોટો ભુકંપ નજીકના સમયમા નહી આવે તેવો દાવો રજુ કરી ચુક્યા છે. સામાન્ય ભુકંપના આંચકા 2001 પછી અનેક આવ્યા છે અને હવે કદાચ કચ્છના લોકો તેનાથી ટેવાઇ ગયા છે. પરંતુ જ્યારે પણ વધુ તિવ્રતાનો આંચકો કચ્છમાં આવે છે ત્યારે 2001ના એ ગૌઝારા ભુકંપની યાદ કચ્છના લોકોના માનસપટ પર છવાઇ જાય છે અને ભય ઉભો કરે છે.