Home Current પ્રજાના નામે તાયફાઓ કરી ભાજપ-કોગ્રસે ભુજના રસ્તાઓ લીધા બાનમાં

પ્રજાના નામે તાયફાઓ કરી ભાજપ-કોગ્રસે ભુજના રસ્તાઓ લીધા બાનમાં

1227
SHARE
નામ પ્રજાનુ પણ કામ પાર્ટીનુ આમતો ભાજપ હોય કે કોગ્રેસ પ્રજાના નામે અનેક તાયફાઓ કરે છે. અને આ તાયફાઓ પાછળ પ્રજાનોજ કિંમતી સમય બગડે છે. અને  મુશ્કેલીનો સામનો પ્રજાને કરવો પડે છે.  ગુરુવારે એવુંજ  થયુ ભાજપ અને કોગ્રેસે અલગ-અલગ સ્થળો પર એકબીજાનો વિરોધ તો કર્યો પરંતુ જાહેર રસ્તા પર કરાયેલા આ વિરોધથી રસ્તાઓ બાનમાં લીધા જેને લઇને રસ્તા પરથી પસાર થતા લોકોને લાંબા ટ્રાફીક જામનો સામનો કરવો પડ્યો

ભાજપે કરેલા ઘરણાથી જયુબેલી પર સતત ટ્રાફીક જામ 

કચ્છના સાંસદ ધારાસભ્યો અને તમામ ચુંટાયેલા પ્રતિનીધીઓએ આજે કોગ્રેસે સંસદ ચાલવા ન દીધી હોવાના વિરોધમાં ધરણા કર્યા હતા. જેથી પ્રજા વાકેફ થાય પરંતુ પ્રજા માટે કરેલા આ વિરોધમાં કોઇ આમ નાગરીક ન જોડાયો પરંતુ ભાજપના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં જોડાતા ભુજના મહત્વના સર્કલ પર કલાકો સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો. જેને લઇને આમ નાગરીકો તેમના નિયત સમય અને સ્થળે પહોંચી શક્યા ન હતા એસ.ટી અને ખાનગી વાહનચાલકોને પણ લાંબા સમય સુધી ટ્રાફીક જામ નો સામનો કરવો પડ્યો હતો. અને ટ્રાફીક નિયમન પણ ખોરવાયુ હતુ. જો કે મહત્વની વાત એ રહી કે ભાજપના અનેક મોટા ચુંટાયેલા પ્રતિનીધીઓ ત્યા હાજર હતા પરંતુ શહેરીજનોને તેમના આ કાર્યક્રમથી શુ મુશ્કેલી પડી તેની વ્યથા કોઈએ જોઇ નહી સાંસદના ધરણામા વાસણભાઇ આહિર નીમાબેન સહિત તમામ ધારાસભ્યો જોડાયા હતા.

કોગ્રેસના કાર્યક્રમમા પાંખી હાજરી છંતા રસ્તાઓ બ્લોક થયા 

ભાજપે જે રીતે કોગ્રેસ પર સંસદ ન ચાલવા દેવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો તેના વિરોધમાં કોગ્રેસ પણ રસ્તા પર ઉતરી આવી હતી. અને ભાજપે કરેલા આજના વિરોધને તાયફાઓ ગણાવી ગુજરાત અને દિલ્હીમાં બેઠેલી ભાજપ સરકાર પ્રજાના કામો કરવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે પ્રજાને જાગૃત કરવા સુત્રોચાર સાથે રસ્તા પર ઉતરી હતી. જો કે ઇન્દ્રાબાઇ પાર્ક સામે કરેલા આ વિરોધને પગલે ત્યા પણ ટ્રાફીક જામની સ્થિતી વચ્ચે ત્યાથી વાહનો પસાર થયા હતા. કોગ્રેસના આ વિરોધમા પ્રમુખ નરેશ મહેશ્વરી, ઘનશ્યામસિંહ ભાટ્ટી, રવિન્દ્ર ત્રવાડી, રાજેન્દ્રસિહ જાડેજા સહિત કોગ્રેસના ભુજના હોદ્દેદાર કાર્યક્રરો જોડાયા હતા.

પ્રજા માટે વિરોધ કરો છો તો પ્રજાને તો પુછો? 

ભાજપે કરેલા હાઇટેક ધરણા હોય કે પછી કોગ્રેસે થોડા સમય માટે દેખાવ પુરતો કરેલો વિરોધ હોય,  વાત આમ પ્રજાની હતી. પરંતુ કોઇ આમપ્રજા તેમના સાથે ડોકાઇ નહી ચોક્કસ થોડા સમય માટે લોકો તેમના વિરોધને જોવા માટે ઉભા રહ્યા પરંતુ તેમના મનમાં પ્રશ્નો એ હતા કે પ્રજાને તો પુછો તેમને શુ જોઇએ છીએ, હા બાકી વિરોધથી પ્રજાને ફાયદો કેવો થશે તે કહેવુ મુશ્કેલ છે. પરંતુ ભાજપ કોગ્રેસના વિરોધથી ભુજના રસ્તાઓ થોડા સમય માટે ચોક્કસ બાનમા લેવાયા હતા.