Home Current BSF નુ ક્રિકમાં સર્ચ યથાવત 24 કલાકમાં કુલ 3 બોટ અને 1...

BSF નુ ક્રિકમાં સર્ચ યથાવત 24 કલાકમાં કુલ 3 બોટ અને 1 ધુસણખોર ઝડપાયો

909
SHARE
મંગળવારે સરક્રીક પાસે આવેલી લખપતવારી ક્રિકમાંથી એક બિનવારસુ બોટ પકડાયા પછી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બુધવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વધુ એક બોટ તથા આ વખતે એક ઘૂસણખોરને પણ ઝડપી લેવામાં આવ્યો છે તો ત્યાર બાદ BSF ના 80થી વધુ જવાનોની ટુકડી દ્રારા કોમ્બીગ હાથ ધરાતા વધુ એક બોટ BSF ને હાથ લાગી છે જો કે બોટમાં સવાર પાંચ શખ્સો ભાગી જવામાં સફળ રહ્યાનું પ્રાથમીક સુત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે
સીમા સુરક્ષા દળ દ્વારા મંગળવારે રાતથી જ ક્રીક એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બીએસએફના 80થી પણ વધુ જવાનો અને  સ્પીડ બોટ થકી શોધખોળ અભિયાન ચાલુ કરાયુ હતું જેમા 3 બોટ અને એક પાક ધુસણખોર ઝડપાયો છે તો માછલીનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે જો કે પ્રાથમીક તપાસમા બોટમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ ઝડપાયેલા પાક ધુસણખોર પાસેથી કેટલા શખ્સો અને કેટલી બોટો ક્રિકમાં આવી હતી તે જાણવાનો તપાસ એજન્સી પ્રયાસ કરશે આ અગાઉ પણ BSF ના મેધા કોમ્બીગ દરમીયાન આજ વિસ્તારમા BSF એ અનેક બોટ ઝડપી છે ત્યારે વધુ બોટો કોમ્બીગ દરમીયાન ઝડપાય તેવી શક્યતા છે

BSF સાથે સ્થાનીક માછીમારો પણ જોડાયા

આ વિસ્તારને સાંકળતી બટાલીયનનાં સેનાપતિ અતુલ યાદવ જાતે ક્રિકમાં સમગ્ર સર્ચ ઓપરેશનનું દેખરેખ કરી રહ્યા છે ત્યારે લખપતવારી ક્રીકનાં માઉથ પાસે સર ક્રિકથી માંડ 12 કિલોમીટર દૂર નાપાક સખ્સ તથા બોટને ઝડપી લીધા બાદ BSF એ વધુ એક બોટ ઝડપી છે તો જે બોટ ઝડપાઇ છે તેને સ્થાનીક માછીમારોની મદદથી યોગ્ય પાણી મળે કિનારા સુધી લાવવા મદદ મંગાઇ હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે ક્રિકમાંથી ઝડપાયેલા શખ્સનું નામ અબ્દુલ માજીદ (આશરે 17 વર્ષ) છે. તેની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. બોટમાંથી એક કવીંટલ માછલી પણ મળી આવ્યો છે તો અન્ય બોટમાંથી પણ માછલીનો જથ્થો મળી આવ્યો છે જેને આવતીકાલે નારાયણ સરોવર પોલિસને સોંપાય તેવી સંભાવના છે તો બોટ કસ્ટમને હવાલે કરાશે