Home Special જે ડેની હત્યા પ્રકરણમાં સીબીઆઈને કચ્છનાં પત્રકારની કેમ મદદ લેવી પડી ?

જે ડેની હત્યા પ્રકરણમાં સીબીઆઈને કચ્છનાં પત્રકારની કેમ મદદ લેવી પડી ?

1718
SHARE

કચ્છનાં સિનિયર જર્નલિસ્ટ ગિરીશ જોશી સાથે જે ડે ફોનથી સતત હતા સંપર્કમાં

26/11નાં મુંબઇ હુમલાની તપાસમાં ગુજરાત આવેલા જ્યોતિર્મય ડે કચ્છમાં લાલ ચંદનનાં સ્મગલિંગના લેન્ડિંગ પોઇન્ટ જોઈને અવાક થઈ ગયેલા

જે ડેનાં નામથી જાણીતા મુંબઈના ઝાંબાજ પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસનો આજે ચુકાદો આવી ગયો છે અને રાજન સહિત નવ લોકોને મુંબઈની વિશેષ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા થયી છે ત્યારે તમને એ જાણીને નવાઈ લાગશે કે જે ડે હત્યાકાંડની તપાસમાં સીબીઆઈ દ્વારા કચ્છનાં એક સિનિયર પત્રકારની મદદ લેવામાં આવી હતી. આજે જયારે આ કેસનો ચુકાદો આવવાનો હતો ત્યારે કચ્છનાં વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી પણ મુંબઈની કોર્ટમાં હાજર રહયા હતા.
જે ડેની બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાની ઘટના બાદ ખળભળાટ મચી ગયો હતો. કારણકે તેની પાછળ મુંબઈના બે અંડરવર્લ્ડના ડોન દાઉદ તથા રાજનનું નામ આવતું હતું. મુંબઇ પોલીસ દવારા કેસમાં કોઈ પરિણામ ના આવતું જોઈને મહારાષ્ટ્રની સરકારે તેની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. સીબીઆઈ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તાપસ કરવામાં આવતા જે ડે જેની સાથે સંપર્કમાં રહેતા હતા તેમની તપાસ પણ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કચ્છનાં સિનિયર જર્નલિસ્ટ ગિરીશ જોશીનું પણ નામ આવતા સીબીઆઇએ તેમનો સંપર્ક કરીને જે ડેની હત્યા પ્રકરણમાં મદદ માંગી હતી. આમ જોવા જઈએ તો જે ડેનાં હત્યા પ્રકરણમાં ગીરીશભાઈ જોશીનું કોઈ સીધું કનેકશન ના હતું પરંતુ જે ડેની હત્યા પાછળના કારણો તથા તથ્યોને જાણવા માટે કચ્છનાં પત્રકાર જોશીની મદદ ઉપયોગી સાબિત થાય તેમ હતી. એટલે સીબીઆઈના અધિકારીઓની વિનંતીને કારણે તથા પોતાનાં અઝીઝ મિત્ર જ્યોતિર્મય ડેની હત્યાનો કેસ તેના અંજામ સુધી પહોંચાડવા માટે જોશીએ પણ મદદ કરવા માટે સંમતિ આપી હતી.

સીબીઆઈ જે ડે અને તેમની વચ્ચે થયેલા ફોન કોલ્સ તથા ઇ મેઈલ અંગે જાણવા માંગતી હૉવાનું ગીરીશભાઈ જોશીએ જણાવ્યું હતું.

ન્યૂઝ4કચ્છ સાથે વાતચીત કરતા ગાંધીધામમાં રહેતા ગીરીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, જે ડે 26/11ના હુમલા વખતે ગુજરાતમાં પોરબંદર આવ્યા હતા. તે વખતે તેમણે કચ્છમાં લાલ ચંદનની સ્મગલિંગ અંગે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે ડે તુંણા બંદર ઉપરાંત શિણાય અને આદિપુર તથા લખપત પણ ગયા હતા.

જે ડેની અંડરવર્લ્ડના રિપોટિંગમાં માસ્ટરી હતી 

મુંબઈમાં અંડરવલ્ડનું સચોટ રિપોટિંગ કરવું એ કોઈ પણ ક્રાઇમ રિપોર્ટર માટે જેટલા માનની વાત હતી તેટલુ જોખમી પણ હતું. કારણકે દાઉદ અને તેના દુશ્મનોની નજર ઉપરાંત ભારતની પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીની નજરથી દૂર રહીને રિપોટિંગ કરવાનું હોય છે. જે ડેના કેસમાં પણ કંઈક આવુજ બન્યું હતું. દાઉદને એમ હતું કે તે રાજનને ફેવર કરે છે અને રાજનને એમ હતું કે પત્રકાર જ્યોતિર્મય ડે દાઉદના ઈશારે તેના વિરુદ્ધ લખે છે. આમ પણ પત્રકારની જોબ એ થેન્ક લેસ જોબ હોય છે. જેમાં પત્રકાર જયારે પણ કાઈ લખે તેનાથી અમુક ખુશ થાય છે જ્યારે અમુક લોકો નારાજ થતા હોય છે. જે ડે દાઉદથી નજીક છે તેમ માનીને રાજને તેના માણસો મારફતે તેમની ગોળી મારીને હત્યા કરાવી દીધી હતી. જેને આજે આવેલા કોર્ટના ચુકાદાથી પણ સમર્થન મળે છે.