કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને અન્ય પ્રદેશ નેતાઓના આગમન ની રાજકીય ગરમી વચ્ચે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના કાર્યક્રમ રાજકીય ગરમાટો સર્જશે.માત્ર એક જ દિવસની અંદર મુખ્યમંત્રી પશ્ચિમ કચ્છ થી પૂર્વ કચ્છમાં ફરી વળશે.ન્યૂઝ4કચ્છને મળેલી સત્તાવાર યાદી પ્રમાણે મુખ્યમંત્રી વિજયભાઈ ખાવડા બોર્ડર, કોટડા (નખત્રાણા),ગાંધીધામ અને મોચીરાઈ(ભુજ) એમ ચાર સ્થળોએ જશે.વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી વિજયભાઈ રવિવારે બપોરે ૧૨ વાગ્યે ભેડીયા બેટ ખાવડા આવી પહોંચશે.અહીં સખત ગરમી વચ્ચે ફરજ બજાવતા BSF ના જવાનોને એર કુલર અને વોટર કુલર અર્પણ કરશે. જવાનોને મળીને બપોરે ભોજન બોર્ડર ઉપર કરશે.ત્યાંથી બપોરે ૨/૩૦ વાગ્યે કોટડા-જડોદર(નખત્રાણા) પહોંચી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળના હીરક જ્યંતી મહોત્સવમાં હાજરી આપીને ૪ વાગ્યે ગાંધીધામ પહોંચશે.અહીં સિંધુ ભવનમાં ગાંધીધામ નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો, ઉપરાંત બોર્ડર ડેવલોપમેન્ટ ગ્રાન્ટમાંથી બનેલા ધોરડો ના ગેટવે ઓફ રણ રિસોર્ટ અને જખૌના કોસ્ટલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.સાંજે ૬ વાગ્યે ભુજના મીરઝાપર નજીક મોચીરાઈ તળાવનું ખાણેત્રુ કરાવી કચ્છમાં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવશે.આમ એકજ દિવસમાં પશ્ચિમથી પૂર્વ કચ્છની મુખ્યમંત્રીની આ મુલાકાત કચ્છ ભાજપને ચેતનવંતુ બનાવશે એવું લાગે છે.