Home Current 11 KVની વીજ લાઇને એક માલધારીનો ભોગ લીધો,બીજાની હાલત ગંભીર : PGVCLના...

11 KVની વીજ લાઇને એક માલધારીનો ભોગ લીધો,બીજાની હાલત ગંભીર : PGVCLના અધિકારીઓ CM ના કાર્યક્રમમાં વ્યસ્ત

980
SHARE
ભુજ ના મકનપર ધોસા ગામની સીમમાં આજે સવારે બનેલી દુર્ઘટનાએ ગામ લોકોમાં ચિંતા અને ભયની લાગણી સર્જી હતી.ગામની સીમ માંથી પસાર થતી 11 KV ની હાઈટેંશન વિજલાઇનની DP તેમ જ તેની સાથેના અન્ય ૨ વીજ થાંભલા એકાએક ધરાશાયી થયા હતા.આ દુર્ઘટનાના કારણે સીમમાં રહેલા બે માલધારીઓ જીવંત વીજ વાયરોના સંપર્કમાં આવી ગયા હતા.11 KV ની હાઈટેંશન વિજલાઈન હોઈ તુરત જ સ્થળ ઉપર એક માલધારી અબદરેમાન સુમરાનું વીજ કરન્ટ થી મોત નીપજ્યું હતું.જ્યારે અનવર સુમરાની હાલત ગંભીર હોઈ ગામના સરપંચ અને અન્ય લોકો તેને  ભુજ GK હોસ્પિટલ લઈ આવ્યા હતા.

PGVCL ના ઉચ્ચ અધિકારીઓ બેખબર

સવારે બનેલી આ દુર્ઘટનાના એક કલાક બાદ ન્યૂઝ4કચ્છે ભુજ સર્કલના કાર્યપાલક ઈજનેર કે.આર.વરસાણીનો ટેલેફોનિક સંપર્ક કર્યો તો તેમણે આ ઘટનાની ખબર ન હોવાનું કહી કોનફરન્સ ફોન દ્વારા નાયબ ઈજનેર શ્રી સંજોટનો સંપર્ક કરાવ્યો તેમણે ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું કે હા આવું કંઈક બન્યું છે,તેમની પાસે પ્રાથમિક માહિતી છે. જો કે, ત્યારબાદ ફરી ૧૨/૩૦ વાગ્યે સંપર્ક કર્યો ત્યારે નાયબ ઈજનેર શ્રી સંજોટે જણાવ્યું હતું કે અત્યારે નાયબ ઈજનેર શ્રી ગોહિલ ત્યાં પહોંચ્યા છે.પણ PGVCL ના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી શક્યા નથી.પોતે સી.એમ. ના કાર્યક્રમ ના કારણે વ્યસ્ત હોવાનો ખુલાસો કર્યો હતો.

PGVCL સામે પોલીસ ફરિયાદ ?

મકનપર ધોસાની ૧૧ KV ની વિજલાઈન સાથેનો પોલ કેવી રીતે તૂટ્યો? PGVCL ના નાયબ ઈજનેર શ્રી સંજોટ કહે છે કે અમે તપાસ કરીયે પછી ખબર પડે અથવા તો પોલીસ જ કહી શકશે.ગામ ના સરપંચ ઈશા ઉંમરની માહિતી સાથે કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું કે આ વિજપોલ અને DP બાવળની ઝાડી ઉપર જ ઘણા સમયથી અઘ્ધર પડેલા અને બંધ હતા.જમીન ઉપર વિજપોલ કે DP ખોડેલા નહોતા.પણ એકાએક એમાં વીજ પ્રવાહ ચાલુ કરાયો જેના કારણે દુર્ઘટના સર્જાઈ.આ મામલે શ્રી ચાકી એ PGVCL ઉપર પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી છે.સાથે એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે આ વિજલાઈન એકાએક ચાલુ કરાઈ જેના કારણે આ ઘટના બની. જો,વીજ તંત્રના સૂત્રો નું માનીએ તો DP ના પોલ જમીનની અંદર પાંચ ફૂટ ના ખાડો ખોદીને સિમેન્ટ કોન્ક્રીટ થી ફીટ કરાય છે.તે,આ રીતે પડે કેમ? પ્રશ્નો અનેક છે,અને તે વચ્ચે કડવી વાસ્તવિકતા એ પણ છે કે PGVCL ના અધિકારીઓ CM ના કાર્યક્રમ માં વ્યસ્ત રહ્યા અને ઘટના થી બેખબર રહ્યા,ઘટના સ્થળે મોડા પહોંચ્યા. માનવ જિંદગીનો ભોગ લેનારી આ ઘટના ની PGVCL દ્વારા તપાસ થાય તો જ સત્ય બહાર આવશે.