કાળજાળ ગરમી વચ્ચે આજે રવિવારના દિવસે ભુજની સેવન સ્કાય હોટલના સ્વીમીંગ પુલમાં ન્હાવા ગયેલા એક પરિવારના 7 વર્ષના બાળકનુ ડુબી જવાથી મોત થયુ છે જો કે સદ્દનશીબે અન્ય એક બાળકનો આ ધટનામા આબાદ બચાવ થયો છે. મૂળ ભુજના અને હાલ અમદાવાદ રહેતા પરિવારના વેકેશન માણવા ભુજ આવેલા વૃતિક નીલેશભાઇ ખખ્ખરનુ મોત થયુ છે બનાવ આજે સાંજે બનવા પામ્યો હતો ઘટના બાદ હતભાગી પરિવાર બાળકને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળક મોતને ભેટ્યો હતો હાલ પ્રાથમીક રીતે કોઇની બેદરકારી આ મામલામા સામે આવી નથી પરંતુ ભુજ એ ડીવીઝન પોલિસ આ મામલે વધુ તપાસ હાથ ધરશે જો કે રવિવારે પરિવાર સાથે ગરમીથી બચવા સાથે મોજ માટે જતા અન્ય માતા પિતા અને પરિવાર માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે કેમકે તમારી જરાક ચુક તમારા બાળકને મોત સુધી લઇ જઇ શકે છે.. આ ઘટના ને પગલે મૃતક બાળકના પરિવારમાં આક્રદ સાથે ગમગીની છવાઈ છે.