Home Current ભીમાસરનો વિરોધ કેમ પહોચ્યો ભુજ હવે શુ છે દલિતોની લડતની દિશા ?

ભીમાસરનો વિરોધ કેમ પહોચ્યો ભુજ હવે શુ છે દલિતોની લડતની દિશા ?

1886
SHARE
26 એપ્રીલ 2018 એ દિવસ સમગ્ર કચ્છના દલિતો જ નહી પરંતુ આમ લોકો માટે પણ દુખદ હતો કેમકે કોઇ માત્ર મજાક અથવા તો ધાર્મીક લાગણી ભડકાવવા માટે બાબા સાહેબની અંજારના ભીમાસરમા આવેલી પ્રતિમાને જુતાનો હાર પહેરાવ્યો અને મામલો ભડક્યો જો કે લાંબી સમજાવટ અને પોલિસની ખાતરી પછી સમાજે વિરોધ તો શાંત કર્યો પરંતુ ફરી પોલિસ કોઇ અસરકારક કામગીરી ન કરી શકતા મામલો બીચક્યો અને સમાજના લોકો રસ્તા પર ઉતર્યા જો કે ફરી પોલિસે વાયદાઓની લાણી કરી પરંતુ આજે ઘટનાના આટલા દિવસો બાદ પણ કોઇ નક્કર કડી પોલિસના હાથે ન લાગતા દલિત સંગઠનના આગેવાનો અને સ્થાનીક રહેવાસીઓ દ્વારા ભુજમાં એક રેલીનુ આયોજન કરાયુ હતુ અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઝડપથી કાર્યવાહી કરી આરોપી પકડવાની માંગ કરી હતી. બાબા સાહેબની પ્રતિમા પાસેથી આ રેલી વિરોધના સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી હતી. અને પોલિસનો ચુંસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો દલિત સંગઠનો અને આગેવાનોએ આવેદન બાદ શંકમદોના નાર્કો ટેસ્ટની માંગણી સહિત ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આરોપી ઝડપી નહી પડાય તો સમગ્ર કચ્છ નહી પરંતુ ગુજરાતમાં આ મુદ્દે વિરોધની આગ ફાટી નિકળશે અને તેના માટે જવાબદાર પોલિસ અને તંત્ર રહેશે.

તો ફરી જીજ્ઞેશ મેવાણી ભીમાસરના મુદ્દે લડતની ડોર સંભાળશે

આજે ભીમાસર ગામની મહિલા સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના પ્રતિનીધીઓ આ રેલીમાં જોડાયા હતા. અને તેમને માંગ કરી હતી કે ગંભીર ગુન્હો છે પંચાયત કચેરીમાંજ બનાવ બન્યો છે છંતા પોલિસ તેમાં કઇ કરી શકી નથી. જેથી સમાજમા રોષ છે. અને જો આ મામલે 48 કલાકમાં કોઇ પરિણામલક્ષી કાર્યવાહી નહી થાય તો સમગ્ર કચ્છ નહી ગુજરાતના દલિતો આ વિરોધમાં જોડાશે તો આ મામલે જીજ્ઞેશ મેવાણી પણ કચ્છમાં લડત કરી ન્યાય માટે આ આંદોલન કરે તો નવાઇ નહી આમ પણ ભુજ પાલિકાના કામદારોના પ્રશ્ર્ન સહિત જીજ્ઞેશ મેવાણીને અનેક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે કચ્છમાંથી આમત્રંણ છે તેવામાં જો ભીમાસરમાં બાબા સાહેબની પ્રતિમાને જુતાના હાર પહેરાવા મામલે ઝડપી કાર્યવાહી નહી થાય તો ફરી વિરોધના મંડાણ થશે.