Home Current ચોટીલાથી પરત ફરતા દર્શનાર્થીઓની પધ્ધર નજીક જીપ પલ્ટી બે મોત 8 લોકો...

ચોટીલાથી પરત ફરતા દર્શનાર્થીઓની પધ્ધર નજીક જીપ પલ્ટી બે મોત 8 લોકો ઇજાગ્રસ્ત

1212
SHARE
ચોટીલાથી ભુજના અલગ અલગ વિસ્તારના લોકોનો સંધ આજે દર્શન કરી ભુજ પરત ફરી રહ્યો હતો ત્યારે જ પધ્ધર નજીક તેમની જીપ પલ્ટી મારી જતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે મુસાફર જીપમાં સવાર અન્ય 8 લોકોને વતી ઓછી ઇજાઓ પહોચતા તેને સારવાર માટે ભુજ ખસેડાયા હતા જો કે અકસ્માતમા મૃતકોના નામ સામે આવ્યા નથી પરંતુ તમામ મુસાફરો એક જ રબારી સમાજના હોવાનુ સામે આવ્યુ છે પ્રાથમીક સારવાર બાદ હાલ ઘાયલ મુસાફરોની સ્થિતી સામાન્ય છે પરંતુ ઘટનામા બે વ્યક્તિના મોત થયા છે અકસ્માત કઇ રીતે સર્જાયો તે અંગે પધ્ધર પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.