Home Current ટ્યુશન ક્લાસનો સમય હવે ૮ થી ૭ સુધી જ,છોકરીઓની છેડતી સહિતની ફરિયાદો...

ટ્યુશન ક્લાસનો સમય હવે ૮ થી ૭ સુધી જ,છોકરીઓની છેડતી સહિતની ફરિયાદો અંગે કલેકટરની લાલ આંખ

1379
SHARE
ટ્યુશન કલાસીસ ના કારણે ઉદભવતા પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેરનામું બહાર પાડીને તંત્રની લાલ આંખ દર્શાવી છે.જાહેરનામા અનુસાર હવે થી ભુજ,ગાંધીધામ માંડવી,અંજાર સહિતના શહેરો સહિત સમગ્ર કચ્છમાં ટ્યુશન ક્લાસીસનો સમય સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી જ રાખવાનું જાહેર કર્યું છે.જાહેરનામા નો ભંગ કરનાર ટ્યુશન ક્લાસીસના સંચાલકો વિરુદ્ધ ફોજદારી કાયદા હેઠળ પગલાં ભરવાની ચીમકી કલેકટરે આપી છે.

શું છે ટ્યુશન કલાસીસ સામે ફરિયાદો ? જાણો..

જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કલેકટર રેમ્યા મોહને ટ્યુશન કલાસીસ માટે ના બહાર પાડેલા જાહેરનામાની બહાર પાડેલી પ્રેસનોટમાં ટ્યુશન કલાસીસ સામેની ફરિયાદોનો ઉલ્લેખ કર્યો છે. ટ્યુશન કલાસીસનો સમય વહેલી સવારથી મોડી રાત સુધીનો પણ હોઈ ઘણીવાર ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીનીઓની છેડતી થવાની ફરિયાદો ઉપરાંત ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીનીઓની છેડતી થવાની ફરિયાદોનો ઉલ્લેખ કલેકટરે જાહેરનામાં કર્યો છે.આ ઉપરાંત મોટાભાગના ટ્યુશન કલાસીસ રહેણાંક વિસ્તારોમાં ચાલતાં હોવાના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોવાનું જણાવીને સમય મર્યાદા તંત્રએ નક્કી કરી છે.

અમલ કોણ કરાવશે ?

આમ તો ટ્યુશન કલાસીસ અંગે સરકારના પણ નીતિ નિયમો છે.પણ,મોટેભાગે અમલ માત્ર કાગળ ઉપર થાય છે.આ જાહેરનામું માત્ર ૯ મી જુલાઈ ૨૦૧૮ સુધી જ છે.પરંતુ..મૂળ પ્રશ્ન એ જ છે કે જાહેરનામાનો અમલ કોણ કરાવશે ? ખુદ સરકાર ના શિક્ષણ અંગેના જાહેરનામાનો અમલ કરાવવામાં જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરીઓ નબળી સાબિત થઈ રહી છે,ત્યારે આવા જાહેરનામા નો અમલ કરાવવાની જવાબદારી નક્કી થાય તે જરૂરી છે.વળી, લોકોને પણ જાહેરનામાના ભંગ અંગે કોઈ ફરિયાદો હોય તો ક્યાં કરવી એ અંગે પણ જોગવાઈ હોવી જરૂરી છે.