Home Current ગુસ્સે થયેલા લોકોએ ભુજ નગરપાલિકાને તાળાબંધી કરી પ્રમુખ અને કારોબારી ચેરમેનની ચેમ્બરમાં...

ગુસ્સે થયેલા લોકોએ ભુજ નગરપાલિકાને તાળાબંધી કરી પ્રમુખ અને કારોબારી ચેરમેનની ચેમ્બરમાં શુ કર્યું ? જાણો આખો મામલો..

1790
SHARE
ભુજ નગરપાલિકામાં ધસી આવેલા વોર્ડન.૧,૨,૩ અને ૮ ના રહેવાસીઓ એ રોજિંદી પાણીની સમસ્યાથી કંટાળીને ચૂંટાયેલા શાસકોને પ્રજાના આક્રમક મિજાજનો પરિચય કરાવ્યો હતો.લોક સમસ્યાના પ્રશ્ને કોંગ્રેસના નગરસેવકોએ પ્રજાની સાથે રહીને લોક વિરોધમાં પોતાનો સૂર પુરાવી સબળ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. રોજિંદી પાણીની સમસ્યાથી કંટાળેલા વોર્ડ ન. ૧,૨,૩, અને ૮ ના આ રહેવાસીઓએ પ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં માટલા ફોડ્યા હતા.પાણી આપવામાં નિષ્ફળ ભાજપના શાસકોને ભ્રષ્ટાચાર અને સાંઠગાંઠ બંધ કરી નર્મદાનું પાણી જાહેરાત પ્રમાણે રોજ મળે તેવી ઉગ્ર રજુઆત અને સૂત્રોચ્ચાર કર્યા હતા.ઉશ્કેરાયેલા લોકોએ શાસકોની નિષફળતા વિરુદ્ધ આક્રમક રૂખ અપનાવીને ભુજ નગરપાલિકાની વિવિધ શાખાઓ ઉપરાંત મુખ્ય કચેરીને તાળાબંધી કરીને એવો સંકેત આપ્યો હતો કે જો વહીવટ બરાબર ન કરી શકતા હો તો પાલિકાને તાળા મારી ઘરે બેસી જાવ. ઉગ્ર લોક મિજાજ દર્શાવતા આ દેખાવોમાં વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના નગરસેવકો ફકીરમામદ કુંભાર,માલશી માતંગ,કાસમ સમા ઉપરાંત કોંગ્રેસના અન્ય નગરસેવકો જોડાયા હતા.

નર્મદાનું પાણી ક્યાં ગયું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે કચ્છ ભાજપના સાંસદ, મંત્રી,ધારાસભ્યો,જિલ્લા પ્રમુખ અને આગેવાનો સતત રણ સહિત ભુજમાં નર્મદાનું પાણી ભાજપે પહોચાડ્યું છે એવી જાહેરાતો કરતા રહે છે.ત્યારે, લોકોનો ભુજ નગરપાલિકાના શાસકોને એક જ સવાલ છે કે ભુજ માટે આવતું નર્મદાનું રોજનું લાખો લીટર પાણી જય છે ક્યાં ?