રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયેલ બદલી અને બઢતીના ઓર્ડરમાં કચ્છની ચૂંટણી શાખાને પૂર્ણકાલીન મામલતદાર મળ્યા છે. જ્યારે કચ્છના ત્રણ કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી છે. રાજકોટના કે.એચ.ખાનપરાને જિલ્લા કલેક્ટર કચેરીમાં મામલતદાર ચૂંટણી શાખામાં નિયુક્તિ અપાઈ છે. જ્યારે વિવિધ જિલ્લાઓમાં કલેકટર કચેરીમાં ફરજ બજાવતા ૨૬ કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ છે. જે માં ભુજની કલેક્ટર કચેરીના ત્રણ કારકુનો એફ.વાય.ઝરીયા, કે.એસ.ચંપાવતને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ છે. આ ત્રણેય નવા બઢતી પામેલા નાયબ મામલતદારોને ભુજ થી પાટણ બદલાવાયા છે.