Home Current કચ્છમાં રેકર્ડબ્રેક ગરમી કંડલા પહોચ્યુ 45 નલિયાએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો: ભુજ...

કચ્છમાં રેકર્ડબ્રેક ગરમી કંડલા પહોચ્યુ 45 નલિયાએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો: ભુજ પણ 44 ડીગ્રી 

2874
SHARE
સતત વધી રહેલી ગરમીથી સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એક તરફ વરસાદ વહેલા થવાના અણસાર વર્તાઇ રહ્યા છે. પરંતુ ગરમી અંતીમ ચરણમાં આગ ઓકી રહી છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે ભુજમાં ગરમીનો પારો ઉંચકાયો હતો અને ગરમીનો પારો 44 ડીગ્રી રહ્યો હતો. હવામાં ભેજનુ પ્રમાણ ઘટવાની સાથે કચ્છમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ગઇકાલે પણ કંડલા કરતા વધુ તાપમાન ભુજનુ નોંધાયુ હતુ ત્યારે આજે પણ ભુજમા ગરમીનો પારો 44 ડીગ્રી પર પહોચ્યો હતો. તો આજે કંડલા 45.2 ડીગ્રી તાપમાન સાથે ગરમ શહેર રહ્યુ હતુ  જો કે હવામાન વિભાગના અધિકારી રાકેશ કુમાર સાથે આ અંગે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ. કે આગામી દિવસમાં ગરમીનો પારો હવે ઘટે તેવી શક્યતા છે. હાલ હવામા ભેજનુ પ્રમાણ ઘટવાથી ગરમી વધી રહી છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં વધી રહેલી ગરમીથી તેની અસર જનજીવન પર પડી છે અને બપોરના સમયે લૂ ના કારણે કુદરતી સંચારબંધીના દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે. જેની અસર મોડી રાત સુધી લોકો અનુભવી રહ્યા છે. તો ગરમીથી ડીહાઇડ્રેશન અને ઝાડા ઉલ્ટીના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

તો નલિયાએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો-કંડલા રાજ્યનુ સૌથી ગરમ શહેર 

આમતો ઠંડીમા રાજ્યનુ સૌથી ઠંડુ શહેર ક્યુ એવો સવાલ કોઇ કરે તો ચોક્કસ કચ્છના નલિયાનુ નામ સામે આવે પરંતુ ગરમીમા પણ નલિયા જાણે કંડલા ભુજ સહિત રાજ્યના અન્ય શહેરોની સાથે હરિફાઇ કરતુ હોય તેમ આજે નલિયાનુ લધુત્તમ તાપમાન 44.2 ડીગ્રી રહ્યુ હતુ જો કે આ અંગે સત્તાવાર હવામાન વિભાગ તરફથી કોઇ માહિતી અત્યાર સુધી સામે આવી નથી પરંતુ જાણકારોના મતે વર્ષો જુનો રેકોર્ડ આજના તાપમાન બાદ તુટ્યો છે. અને જેની અસર આજે નલિયાના શહેરીજનોએ પણ અનુભવી હતી તો કંડલાનુ આજનુ તાપમાન પણ 45 ડીગ્રી પાર રહ્યુ હતુ. જે રાજ્યમાં સૌથી વધુ ઉંચુ તાપમાન હોઇ કંડલા રાજ્ય ભરમાં સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.