Home Current માધાપર પાસે કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ

માધાપર પાસે કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ

811
SHARE
ભુજ નજીક માધાપર હાઇવે પર હોટલ ત્રિટોપ પાસે આવેલા વેબ્રિજ પાસે ઉભેલી કોલસા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા ફાયરફાઈટર બોલાવવા પડ્યા હતા બુધવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં RJ-48 GA 5606 નંબરની ટ્રક કોલસાની બોરી ભરીને જઇ રહી હતી ત્યારે માધાપર પાસે ટ્રકમાં આગ લાગી હોવાનું ધ્યાને આવતા ટ્રકના પાછલા ભાગમાં ધુમાડા જોવા મળતા આગ લાગી હોવાનું જણાયું હતું આ ઘટના ને પગલે આગ કાબુમાં લેવા ફાયરફાઈટરની મદદ લેવાઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું સબળ કારણ જાણી શકાયું નથી પરંતુ ગરમી ના કારણે કોલસો સળગ્યો હોવાનું અનુમાન ટ્રક ચાલકે જણાવ્યું હતું જોકે સમયસર પગલાંને કારણે આગ ફેલાઈ નહોતી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી વધુ વિગતો આ ઘટનાની તપાસ બાદ જાણી શકાશે.