Home Current કચ્છ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનો જિલ્લા કાર્યાલય પર હલ્લાબોલ-NSUI માં ભડકો,જાણો કેટલા રાજીનામા...

કચ્છ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનો જિલ્લા કાર્યાલય પર હલ્લાબોલ-NSUI માં ભડકો,જાણો કેટલા રાજીનામા પડ્યા

1065
SHARE
કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે ધસી આવેલા જિલ્લા NSUI ના વિદ્યાર્થી પાંખના હોદ્દેદારોએ હલ્લાબોલ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ ની આ વિધાર્થીપાંખ નો ગુસ્સો એટલો ઉગ્ર હતો કે NSUI ના કચ્છની દરેક કોલેજના હોદેદારો અને જિલ્લા સંગઠન ના હોદેદારો એ સામુહિક રાજીનામું આપીને રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. NSUI માં અચાનક શા માટે ભડકો થયો ? NSUI ના જિલ્લા પ્રમુખ તરીકે રવિ ડાંગર ચૂંટાયેલા હોવા છતાંયે કાર્યકારી પ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજાની વરણી કરાઈ. NSUI ના સ્થાનિક સંગઠન માં થયેલા ભડકા અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કચ્છ રવિ ડાંગરે જણાવ્યું હતું કે તેઓ એક વર્ષ પહેલાં આંતરિક ચૂંટણી લડીને જીત્યા બાદ NSUI ના જિલ્લા પ્રમુખ બન્યા છે. કચ્છમાં એન્જિનયરિંગ કોલેજ, બી.એડ. કોલેજ સહિત ના વિધાર્થીઓના પ્રશ્નો સંદર્ભે તેઓ જાગૃત રહ્યા છે, રજૂઆતો કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં દિનરાત મહેનત કરી છે. હવે એકાએક કાર્યકારી પ્રમુખ બનાવીને NSUI ના કચ્છના સંગઠનનું માળખું વિંખવાનો આ પ્રયાસ NSUI ના કાર્યકરો સહન નહીં કરે એટલે આ સામુહિક રાજીનામા પડ્યા છે.

કચ્છ કોંગ્રેસ ઉપર જૂથબંધી નો સનસનીખેજ આક્ષેપ

NSUI ના કચ્છ જિલ્લા ના પ્રમુખ રવિ ડાંગરે એ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પ્રમુખ તરીકે કાર્યરત છે.તેમણે રાજીનામુ નથી આપ્યું. પણ, અન્ય ૨૦૦ જેટલા હોદ્દેદારોએ NSUI માંથી રાજીનામા જિલ્લા કોંગ્રેસને આપ્યા હોવાનો દાવો રવિ ડાંગરે ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીત માં કર્યો હતો. આક્રોશ સાથે રવિ ડાંગરે આ ફેરફાર માટે કચ્છ કોંગ્રેસની જુથબંધીને કારણભૂત ગણાવી હતી. જોકે,તેમણે નામજોગ આક્ષેપ કરવાનું ટાળીને આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ને રજુઆત કરવાની વાત કરી હતી. એક બાજુ કોંગ્રેસ યુવાનોને જોડવાની વાત કરે છે બીજીબાજુ કચ્છ કોંગ્રેસનું સ્થાનિક રાજકારણ યુવા સંગઠનને તોડવાનું કામ કરે છે એવો આક્ષેપ NSUI ના યુવા કાર્યકરો એ કર્યો છે.