ભચાઉના શિકરા નજીક લગ્ન પ્રસંગે જઇ રહેલા પટેલ પરિવારને નડેલા ગોઝારા અકસ્માતની એ ઘટના ભૂલાય એમ નથી એક સાથે 10 લોકોના મોતની ઘટનાથી ભચાઉ સહિત કચ્છમા શોક ફેલાયો હતો ત્યારે આજે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર,માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓએ આજે શિકરા ખાતે તેમના પરિવારને રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની રકમના ચેક વિતરણ કરવા ગયા હતા જેમા સરકારી અધિકારીઓ સહિત ભચાઉના સ્થાનીક આગેવાનો પણ જોડાયા હતા અને મૃત્યુ પામનાર એકજ પરિવારના 9 સભ્યોના પરિવારજનો ને સહાયના ચેક સુપ્રત કર્યા હતા અકસ્માત બાદ 7 તારીખે કચ્છ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર વતી દરેક મૃત્યુ પામનારને 1-1 લાખ રૂપીયાની સહાયની જાહેરાત કરી હતી. આમતો સહાયના મુદ્દે કચ્છને થયેલા અન્યાય બાબતે કોગ્રેસના સ્થાનીક આગેવાને વિરોધ કર્યો હતો પરંતુ દુખદ ઘટનામા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ને આજે કચ્છ ભાજપે સાંત્વના અને હુંફ સાથે સરકારે કરેલી સહાયના ચેક સુપ્રત કર્યા હતા.