દેશભરના વ્યાપારીઓમા અને ખાસ કરીને વિદેશ માલ મોકલતા નિકાસકારોનાના GST ના મુદ્દે થતા વિવાદો અને ઉદભવતી સમસ્યાઓના રિપોર્ટ મીડીયામાં આવતા રહે છે. પરંતુ, આ બધા વચ્ચે મુંદરા કસ્ટમે અનુકરણીય કામ કર્યું છે. આ કામગીરી વિશે મુંદરા મધ્યે પત્રકાર પરિષદ યોજીને મુંદરાના કસ્ટમ કમિશ્નર સંજય કુમાર અગ્રવાલે માહિતી આપી હતી. એક્સપોર્ટ કરનાર વ્યવસાયકારોના IGST ની રકમના રીફન્ડ માટેની બાકી રકમના કરેલા ક્લેઇમમાં ફસાયેલી રકમની ચુકવણી કરવા માટે મુંદરા કસ્ટમે ૩૧/૫/૧૮ થી ૧૪/૬/૧૮ સુધી ૧૫ દિવસની ખાસ ડ્રાઇવ નું આયોજન કરાયું છે. જે અંતર્ગત તારીખ ૧૦ જૂન સુધીમાં કુલ ૭૨૫૬ બિલ ની ચકાસણી કરીને તે બિલ હેઠળ ફસાયેલી IGST ની ₹ ૩૬૪ કરોડ ની રકમનું રીફન્ડ મંજુર કરાયું છે. શ્રી અગ્રવાલના જણાવ્યા મુજબ એક્સપોર્ટેરો દ્વારા રાજ્ય સરકારના GSTના ક્લેઇમ રીફન્ડ માટે રજૂ કરાયેલ ૭૪૩ બીલના ₹ ૪.૭૬ કરોડ પણ મંજુર કરી દેવાયા છે.
શા માટે GST માં ફસાય છે નિકાસકારોના રૂપિયા?
જે નિકાસકારો LUT લેટર ઓફ અંડર ટેકિંગ દ્વારા તેમણે વિદેશમાં વેંચેલ ચીજ વસ્તુઓના GSTની ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા ભરવાનું સ્વીકારે છે તેમણે તે રકમનું સરકાર પાસેથી રિફંડ મેળવવાનું હોય છે. જે ક્ષેત્ર માં થી નિકાસકાર નિકાસ કરે છે તે જ ક્ષેત્રની કસ્ટમ કચેરીમાં થી IGST અંગેની કાર્યવાહી થાય છે.આમ તો IGST ની પ્રોસેસ સંપુર્ણપણે ઓટોમેટિક સ્વયં સંચાલિત છે. જ્યારે નિકાસકાર તેમના બિલ રજૂ કરે છે ત્યારે જે બિલો માં કોઈ વિસંગતતા ન હોય તેવા બિલ મંજુર થઈ જાય છે અને IGST ના ક્લેઇમની રકમ સીધી જ નિકાસકાર ના બેંક ખાતામાં જમા થઈ જાય છે. જેમના બિલ અને IGST વચ્ચે કોઈ વિસંગતતા હોય તેવા નિકાસકારો ના જ IGST ના ક્લેઇમના રૂપિયા અટવાય છે. હજીયે ૧૪ જૂન સુધી રજાના દિવસો દરમ્યાન પણ IGST ના ક્લેઇમના નિકાલની ઝુંબેશ ચાલુ રહેશે એવું મુંદરા કસ્ટમ કમિશ્નર સંજયકુમાર અગ્રવાલે જણાવ્યું છે.