થોડા દિવસોથી સોશ્યલ મીડિયામાં તેમજ કેટલાક સમાચાર માધ્યમોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં રાજીનામાની જબરદસ્ત અફવાઓ ફેલાવાઈ રહી છે. જેના લીધે રાજ્યના રાજકીય માહોલમાં હલચલ સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે પ્રથમ એવી અફવા ફેલાઈ હતી કે મુખ્યમંત્રી રૂપાણીથી નાખુશ થઈને કેન્દ્રીય મોવડી મંડળ તેમનું રાજીનામું લઈને કોઈ પાટીદારને મુખ્યમંત્રી તરીકે બેસાડશે, જે હાલના સમયમાં તદન ખોટું સાબીત થયું છે. તો હવે સોશ્યલ મીડિયામાં એવું ફેલાવાઇ રહ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ પોતેજ રાજીનામું આપી દેવાના છે. એક તબક્કે મનસુખભાઇ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાના નામો પણ નવા મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવ્યા હતા, તો એ પહેલાં નિતિનભાઈનું નામ પણ ચર્ચાતું હતું. આ બાબતે સત્તાવાર સુત્રોનો સમ્પર્ક કરતા જાણવા મળી રહ્યું છે કે આ અફવાઓ તદન પાયાવિહોણી અને ખોટી તથા કોઈ બદ ઈરાદાથી ફેલાવાઈ રહી છે. અત્યંત વિશ્વાસપાત્ર સુત્રોએ જણાવ્યું હતું કે “સોશ્યલ મીડિયા દ્વારા ફેલાવાઇ રહેલી આવી ખોટી અફવાઓ, ફક્ત ને ફક્ત રાજ્યમાં રાજકીય અસ્થિરતા અને રાજકીય અંધાધૂંધી ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.