Home Current અને બીએસએફના જવાનોની સાઇકલ સવારીથી ભુજ ના રસ્તાઓ ધમધમી ઉઠ્યા!!

અને બીએસએફના જવાનોની સાઇકલ સવારીથી ભુજ ના રસ્તાઓ ધમધમી ઉઠ્યા!!

1103
SHARE
સામાન્ય રીતે ભુજના જાહેરમાર્ગો અને બજારોમાં લશ્કરી વાહનો સાથે જવાનો જોવા મળતા હોય છે. પરંતુ ,આજે એક સાથે અનેક જવાનો અને તે પણ સાઇકલ સવારી સાથે ભુજની બજારોમાં જોવા મળ્યા હતા !! મોટી સંખ્યામાં સાઇકલ ઉપર નીકળેલા આ જવાનો એક ઉમદા હેતુસર ભુજના બીએસએફ કેમ્પસ થી છેક કોટની અંદર તળાવશેરી સુધી ગયા હતા. સાઇકલ સવારી દ્વારા લોકોનું ધ્યાન ખેંચનારી આ સાઇકલ રેલીના માધ્યમ થી “કેફી દ્રવ્યોના કાળા કારોબાર અને કેફી દ્રવ્યોના સેવન” સામે લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો. કેફી દ્રવ્યોના બંધાણ અને ગેરકાયદે વ્યાપારને અટકાવવા લોકો જાગૃત બને તે માટે ઉજવાતા આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાઇકલ રેલીને BSF 108 બટાલિયનના સી.ઓ. અતુલ યાદવે સ્ટાર્ટ આપ્યો હતો. મુંદરા રોડ થી તળાવશેરી સુધીની આ સાઇકલ રેલીમાં બીએસએફના ૧૦૦ જવાનોની સાથે ભુજના ૪૦ નાગરિકો જોડાયા હતા એવું બીએસએફની સતાવાર યાદીમાં જણાવાયું છે.