Home Current પોતાના દવાખાના બંધ રાખી ડોક્ટરોએ સાંસદ વિનોદ ચાવડા પાસે દર્શાવ્યો વિરોધ-ડોકટરોની હડતાલ...

પોતાના દવાખાના બંધ રાખી ડોક્ટરોએ સાંસદ વિનોદ ચાવડા પાસે દર્શાવ્યો વિરોધ-ડોકટરોની હડતાલ શા માટે?

1970
SHARE
કેન્દ્રની મોદી સરકાર જે રીતે એક પછી એક નવા કાયદાઓ લઈ આવી રહી છે તેમાં અનેક સૂચિત કરાયેલી સુધારાઓની જોગવાઈઓ સામે સમાજના વિવિધ વર્ગ માં થી વિરોધ ઉઠી રહ્યો છે. નોટબંધી પછી જીએસટી સામે વ્યાપારીઓનો વિરોધ માંડ માંડ શમે ત્યાંજ ટ્રાન્સપોર્ટરો એ દેશવ્યાપી હડતાલ પાડી. સરકારે ઇન્કમટેક્સ રિટર્ન ના નવા કાયદા અનુસાર વહેલું રિટર્ન ભરવાના સામે વિરોધ શરૂ થતાં હમણાં એક મહિનાનો સમય ૩૧ ઓગસ્ટ સુધી વધારી આપ્યો. સરકારી કર્મચારીઓ માં ગ્રામીણ ટપાલીઓની હડતાલ, બેંક કર્મચારીઓની હડતાલ પણ સમયાંતરે થઈ. પણ, સૌને નવાઈ ડોકટરોની હડતાલની છે. આજે શનિવારે દેશભરના તબીબો સાથે કચ્છના તબીબો પણ પોતાના દવાખાના બંધ રાખી એક દિવસની તબીબ હડતાલ મા જોડાયા હતા. હડતાલ દરમ્યાન તબીબો ઇન્ડિયન મેડિકલ એસોસીએન IMA ના નેજા તળે સાંસદ વિનોદ ચાવડાને મળ્યા હતા. ભુજ IMA ના પ્રમુખ ડો. નરેન્દ્ર હીરાણીએ તબીબોની હડતાલ સંદર્ભે ન્યૂઝ4કચ્છ સાથે કરેલી વાતચીત માં જાણો તબીબો એ શા માટે પાડી હડતાલ અને શું છે તેમની માંગણીઓ.