Home Current એવું તો શું થયું કે લોકોએ ગાંધીધામ નગરપાલિકાને તાળા માર્યા? : પોલીસ...

એવું તો શું થયું કે લોકોએ ગાંધીધામ નગરપાલિકાને તાળા માર્યા? : પોલીસ કાફલો ઘટના સ્થળે

1257
SHARE
આજે સવારે ગાંધીધામ નગરપાલિકામાં ધસી આવેલા લોકોએ દોડધામ મચા વી દીધી હતી. ઉશ્કેરાટભર્યા માહોલ વચ્ચે ગુસ્સે ભરાયેલા લોકોએ ગાંધીધામ નગરપાલિકાને તાળા મારી દીધા હતા. જોકે, લોકોના ઉશ્કેરાટ અને ગુસ્સાનું કારણ હતું વારંવારની રજુઆત પછી પણ નગરપાલિકાના શાસકો ની નિષ્ફળ કામગીરી!! ગાંધીધામ નગરપાલિકામાં ઉશ્કેરાટપૂર્વક રજુઆત કરનારાઓ રોટરીનગર ના રહેવાસીઓ હતા. લાંબા સમયથી ગટરની સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓ ની ધીરજ ખૂટી એટલે તેમનો ગુસ્સો તાળાબંધી સ્વરૂપે ગાંધીધામ પાલિકા ઉપર ઉતર્યો હતો. સમસ્યા હલ કરવાનો યોગ્ય પ્રત્યુતર ન મળતા લોકોએ તોડફોડ પણ કરી હતી. આ તબક્કે ગાંધીધામ નગરપાલિકા માં માહોલ ગરમાયો હતો અને પોલીસને જાણ કરાઈ હતી. તેને પગલે પોલીસ કાફલો પાલિકામાં દોડી ગયો હતો અને બંદોબસ્ત સાથે પરિસ્થિતિ ને સંભાળી હતી. જોકે, દર વર્ષે કરોડો રૂપિયાની ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેર માટે ખર્ચાય છે. પરંતુ, પરિસ્થિતિ એ છે કે સમસ્યાઓ હલ થતી નથી. વિકાસના દાવાઓ સાથે મોટા આયોજન ની જાહેરાતો કરાય છે પણ ગંદકી અને ગટરની સમસ્યાઓ જાણે કાયમી થઈ ગઈ છે.